Monday, May 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiકચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન - 4

કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – 4

જયુબિલી ગ્રાઉન્ડ ભુજ તથા મીરઝાપર ગ્રાઉન્ડ મધ્યે રમાઈ રહી છે. 400 ટીમો થી વધુ રમાનાર આ મેચ રોમાંચ અને ઉત્સાહ થી ભરપુર છે અને બહોળી સંખ્યામાં ખેલ દર્શક ઉપસ્થિત રહી ખેલાડીઓ ને ઉત્સાહ અને આયોજકો – વ્યવસ્થાપકો ને અભિનંદન આપે છે.

ભુજ શહેર ના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે કચ્છ લોકસભા તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઓપન ડે નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – 4 ના 21માં દિવસે જ્યુબિલી ગાઉન્ડ અને 19માં દિવસે મીરઝાપર ખાતે મેચો રમાઈ રહી છે. કચ્છ સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. અને ખેલ રસિકો ઉપસ્થિત રહી તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે. દરરોજ જિલ્લાના જનપ્રતિનિધિઓ, અધિકારી વર્ગ, શુભેચ્છકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. 400 થી વધુ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કચ્છ – મોરબી માળીયા ની ટીમો આ સ્પર્ધાત્મક ક્રિકેટ મેચમાં ભાગ લઈ રહ્યા છે.

આ સાથે તારીખ 24/05/2026 ના 21મા દિવસની જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાતી ક્રિકેટ મેચમાં પ્રથમ મેચ “અકરમ ઇલેવન” અને ”સુપર કિંગ ઇલેવન દાદોર” વચ્ચે રમાઇ જેમાં “અકરમ ઇલેવન” ની ટીમ વિજેતા થઈ બીજી મેચ “નોતીયાર ઇલેવન ભુજ” અને “મારૂ ઇલેવન ગાંધીધામ” વચ્ચે રમાઈ જેમાં નોતીયાર ઇલેવન ભુજ ટીમ વિજેતા થઈ હતી. ત્રીજી મેચ “ઇલિયાસ ગુરુ ઈલેવન” અને “આશાવીર ઇલેવન ભેરૈયા” વચ્ચે રમાઈ હતી જેમાં “આશાવીર ઇલેવન ભેરૈયા” ની જીત થઈ ચોથી મેચ “રોયલ A ઇલેવન” અને “RTO ઇલેવન ભુજ” વચ્ચે રમાઈ, જેમાં “રોયલ A ઇલેવન” ની જીત થઈ પાંચમી મેચ “રબારી ઇલેવન કોડકી” અને “શિવશક્તિ ઇલેવન સલાયા” વચ્ચે રમાઇ, જેમાં “શિવ શક્તિ ઇલેવન સલાયા ની ટીમ વિજેતા થઈ હતી. છઠ્ઠી મેચ શાહા ઇલેવન રતનાલ અને ફેન્સ ઇલેવન ઝુરા વચ્ચે રમાઈ જેમાં ફેન્સ ઇલેવન ઝુરાની ટીમ વિજેતા થઈ હતી. કચ્છ લોકસભા ઓપન ડે-નાઈટ ‘સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-4’ માં 21 માં દિવસની આ મેચમાં જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રી ફલજીભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ભીમજીભાઈ જોધાણી, જિલ્લા પંચાયતના નવનિયુક્ત કારોબારી ચેરમેન શ્રી હરીશભાઈ ભંડેરી તથા ટોસ વિધિ સાથે મેચનું પ્રારંભ કરવામાં આવ્યું હતું. અને આ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત સર્વે ખેલાડીઓનું ઉત્સાહ વધારવામાં આવ્યું. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી. આ મેચો દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સર્વશ્રી જુરી કમિટીના સભ્યો હાજર રહી પ્રોત્સાહન આપતા રહે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments