Monday, May 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળિયા મિયાણાના મર્ડર કેસનો ફરાર મુખ્ય આરોપીને ઝડપી લેતી મોરબી એલસીબી

માળિયા મિયાણાના મર્ડર કેસનો ફરાર મુખ્ય આરોપીને ઝડપી લેતી મોરબી એલસીબી

માળિયા મિયાણાના મર્ડર કેસમાં દોઢ વર્ષથી ફરાર મુખ્ય આરોપી ફિલ્મી ઢબે ઝડપાયો

20,000ના ઈનામી આરોપીને મોરબી ક્રાઈમ બ્રાંચ અને એસઓજીની ટીમે દબોચ્યો

મોરબી: મોરબી જિલ્લાના માળિયા મિયાણામાં વર્ષ 2024 માં થયેલા ચકચારી મર્ડર કેસના મુખ્ય આરોપી ફારુક હબીબભાઈ જામ (ઉં.વ. 35, રહે. માળિયા મિયાણા) ને પકડી પાડવામાં મોરબી પોલીસને મોટી સફળતા મળી છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા આ ગંભીર ગુનાના આરોપી પર રૂ. 20,000 નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું, જેને ક્રાઇમ બ્રાંચની ટીમે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે.

ગત તા. 25/10/2024 ના રોજ માળિયા મિયાણા ખાતે જૂની એસબીઆઈ બેંક પાસે બે જૂથ વચ્ચે સશસ્ત્ર મારામારી થઈ હતી. જેમાં આરોપીઓએ બંદૂકમાંથી ફાયરિંગ કરી હૈદરભાઈ અલીમહમદ ઉર્ફે ઇલિયાસભાઈ જેડાની હત્યા નીપજાવી હતી. આ મામલે માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં કુલ 10 આરોપીઓ વિરુદ્ધ હત્યા (BNS કલમ 103) સહિતનો ગુનો દાખલ થયો હતો. પોલીસે અગાઉ 9 આરોપીઓની અટકાયત કરી ચાર્જશીટ રજૂ કરી હતી, પરંતુ મુખ્ય આરોપી ફારુક જામ ધરપકડ ટાળવા છેલ્લા દોઢ વર્ષથી નાસતો ફરતો હતો.

એલસીબી મોરબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી. ગોહિલને ખાનગી બાતમી મળી હતી કે આરોપી માળિયા મિયાણાના મચ્છુ માતાજીના મંદિર અને ગઢીયા તળાવ પાસે પોતાના ખેતરમાં છુપાયેલો છે. બાતમીના આધારે એલસીબી, પેરોલ ફર્લો સ્ક્વોડ અને એસઓજીની ટીમોએ તાત્કાલિક દરોડો પાડીને આરોપીને ફિલ્મી ઢબે ઝડપી લીધો હતો અ ગળની કાર્યવાહી માટે માળિયા મિયાણા પોલીસને સોંપ્યો છે.પકડાયેલ આરોપી ફારુક જામ અગાઉ પણ માળિયા મિયાણા અને સુરેન્દ્રનગરમાં હત્યાના પ્રયાસ (આઈપીસી 307) તથા પ્રોહિબિશન સહિતના 5 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રહ્યો છે.

આ સફળ કામગીરી કરનાર અધિકારી તથા પોલીસ કર્મચારીઓ :-

આ સફળ કામગીરી ઇન્ચાર્જ પીઆઈ આર.સી. ગોહિલ, પીએસઆઈ વી.જી. માલાણી તથા એલસીબી, પેરોલ ફર્લો સ્ક્વોડ અને એસઓજી મોરબીના સ્ટાફ દ્વારા કરવામાં આવી છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments