Wednesday, May 27, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઅખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા મોરબીમાં ભવ્ય સન્માન સમારોહનું આયોજન

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા મોરબીમાં ભવ્ય સન્માન સમારોહનું આયોજન

મોરબી ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી જિલ્લા દ્વારા આગામી 28 મેના રોજ એક ભવ્ય અને ગરિમાપૂર્ણ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં સંગઠનના નવનિયુક્ત હોદ્દેદારોનું સ્વાગત અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વિજયી બનેલા રાજપૂત સમાજના પ્રતિભાશાળી જનપ્રતિનિધિઓનું વિશેષ બહુમાન કરવામાં આવશે.

કાર્યક્રમ દરમિયાન અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ મહેન્દ્રસિંહ ડી. ઝાલા (રંગપર), પ્રદેશ મંત્રી જયવંતસિંહ એચ. જાડેજા (સગાળીયા) તેમજ યુવા પાંખના પ્રદેશ ઉપાધ્યક્ષ રામદેવસિંહ સી. ઝાલા (ઢુવા)નું સ્વાગત સન્માન કરવામાં આવશે. ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિજયી બનેલા રાજપૂત સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓને પણ સમાજ ગૌરવ અંતર્ગત સન્માનિત કરવામાં આવશે.

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, યુવા પાંખ અને મહિલા સંઘ મોરબી જિલ્લાના નિમંત્રકો દ્વારા સમાજના તમામ ભાઈઓ અને બહેનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સમારોહને સફળ બનાવવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ત્રિમંદિર, નવલખી રોડ, મોરબી ખાતે તા. 28-05-2026 ગુરુવારના રોજ સાંજે 5:45 કલાકે યોજાશે. સમારોહ પૂર્ણ થયા બાદ સ્થળ પર જ ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments