મોરબી શહેર તેમજ આજુબાજુના ગામડાઓની જનતા માટે 1989 થી દર બે માસે નિયમિત યોજાતા કેમ્પ અંતર્ગત વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજિત ડી. સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ, નવાડેલા રોડ, મોરબી ખાતે 199મો કેન્સર નિદાન કેમ્પ યોજાવા જઈ રહ્યો છે.
આ કેમ્પના દાતા સ્વ. શાંતાબેન ઉમિયાશંકર દોશી પરિવાર અને સરોજબેન પ્રફુલભાઈ દોશી પરિવાર (મોરબી – હસ્તે: મેહુલ પ્રફુલભાઈ દોશી) છે. આ કેન્સર નિદાન કેમ્પમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી (M.S.) કેન્સરના દર્દીઓને તારીખ 30-05-2026 ને શનિવારના રોજ સાંજે 4:00 થી 7:00 અને તારીખ 31-05-2026 ને રવિવારના રોજ સવારે 9:00 થી 12:00 ના સમય દરમિયાન વિનામૂલ્યે તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે.
આ કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડીસ્પેન્સરીના મેનેજર અને મેડીકલ ઓફીસર ડો. મથુરભાઈ વોરા પાસે મોબાઈલ નંબર 95370 99219 પર સંપર્ક કરી અગાઉથી નોંધાવી જવા જણાવાયું છે. દર્દીઓએ તપાસ કરાવવા માટે આવે ત્યારે પોતાના જૂના કેસ પેપર્સ અચૂક સાથે લાવવા માટે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ વિનોદરાય શાહ દ્વારા અપીલ કરવામાં આવી છે.










