મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં. 9ના કોર્પોરેટરો દ્વારા આજે વોર્ડના વિવિધ વિસ્તારોમાં જનમુલાકાત કાર્યક્રમ યોજી સ્થાનિક રહીશો સાથે રૂબરૂ ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન અવધ-4, ધર્મવિજય, શ્રીકુંજ-2, સરદારનગર-1 અને 2 તેમજ વિજયનગર સોસાયટીના પ્રમુખો અને રહીશો સાથે બેઠક યોજાઈ હતી.
જનમુલાકાત દરમિયાન વિસ્તારમાં ચાલી રહેલા વિકાસના કામો, રોડ-રસ્તાની સ્થિતિ, સફાઈ વ્યવસ્થા, પીવાના પાણી સહિતના પડતર પ્રશ્નો અંગે રહીશોએ રજૂઆતો કરી હતી. કોર્પોરેટરોએ તમામ પ્રશ્નો ધ્યાનપૂર્વક સાંભળી ત્વરિત ઉકેલ માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
આ પ્રસંગે વોર્ડ નં. 9ના કોર્પોરેટર ભગવતીબેન મહેશભાઈ કુંડારિયા, નવનિતભાઈ ભુદરભાઈ કુંડારિયા, હિરેનભાઈ પરબતભાઈ કરોતરા અને નૂતનબેન હરસુખભાઈ વિડજા ઉપસ્થિત રહ્યા હતા. કોર્પોરેટરોએ જણાવ્યું હતું કે લોકોના પ્રશ્નોનો ઝડપી નિકાલ થાય અને વિસ્તારમાં વધુ વિકાસકાર્યો હાથ ધરાય તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે.











