મોરબી તાલુકાના લીલાપર ગામમાં દેત્રોજ પરિવાર તથા લીલાપર ગામ સમસ્ત દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
આગામી 28-05-2026 ને ગુરુવારથી આ કથાનો પ્રારંભ થશે અને 03-06-2026 ને બુધવારના રોજ કથાની પૂર્ણાહુતિ થશે. આ કથાનું આયોજન લીલાપર રામજી મંદિર ચોક, દેત્રોજ વિસ્તાર, મુ. લીલાપર ખાતે કરવામાં આવ્યું છે. ધર્મપ્રેમી જનતા માટે કથા શ્રવણનો સમય દરરોજ સવારે 8:30 થી 11:30 કલાક સુધી તથા બપોરે 4:00 થી સાંજે 6:30 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે.
આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં વક્તા તરીકે અવધકિશોરદાસ રામાયણી વ્યાસપીઠ પર બિરાજમાન થઈને પોતાની સંગીતમય શૈલીમાં શ્રોતાઓને કથામૃતનું રસપાન કરાવશે. આ ધાર્મિક મહોત્સવનો લાભ લેવા આયોજક દેત્રોજ પરિવાર અને લીલાપર ગામ સમસ્ત દ્વારા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.











