વાંકાનેરનાં પુલદરવાજા પાસે આવેલ ટાઉનહોલ નજીકથી એક અજાણ્યો ચોર ઇસમ બાઇકની ચોરી કરી ગયો હતો. ધોળાદિવસે પાર્ક કરેલું મોટરસાયકલ ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલીને ચોરી જવામાં આવ્યું હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
વાંકાનેરના રાજાવડલા ગામે રહેતા અને ખેતીકામ કરતા ૬૦ વર્ષીય કાળુભાઇ મેરૂભાઇ દેત્રોજાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમણે પોતાનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (રજી. નં. GJ-03-BR-3641) વાંકાનેર પુલદરવાજા, ટાઉનહોલ નજીક પાર્ક કર્યું હતું. આ સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઇસમે આશરે રૂપિયા ૧૦,૦૦૦ ની કિંમતના બાઇકનું લોક ડુપ્લીકેટ ચાવી વડે ખોલી, તેની ચોરી કરી લઈ ગયેલ છે. ફરિયાદને આધારે પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










