Friday, May 29, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપુરુષોત્તમ માસની એકાદશીએ મુસ્કાન વેલફેર સોસાયટીની અનોખી માનવસેવા

પુરુષોત્તમ માસની એકાદશીએ મુસ્કાન વેલફેર સોસાયટીની અનોખી માનવસેવા

મોરબી: પવિત્ર પુરુષોત્તમ માસની એકાદશીના શુભ અવસરે મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા માનવસેવાનું અનોખું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ભીષણ ગરમીમાં રાહદારીઓ, દર્દીઓના સગાસંબંધીઓ તથા સામાન્ય જનતાને શીતળતા અને તાજગી મળે તે હેતુથી સિવિલ હોસ્પિટલ ખાતે 700 ગ્લાસ શેરડીના રસ તેમજ 100 ગ્લાસ ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરસથી વ્યાકુળ લોકોને ઠંડક આપવાનો આ નાનકડો પ્રયાસ લોકો માટે ખૂબ રાહતરૂપ બન્યો હતો. સેવાના આ કાર્યથી અનેક લોકોના ચહેરા પર સંતોષ અને આનંદની લાગણી જોવા મળી હતી. સંસ્થાનું માનવું છે કે ધાર્મિક પર્વોની સાચી ઉજવણી ત્યારે જ થાય છે જ્યારે તેમાં માનવતાની સુગંધ ભળે.

એકાદશીના આ પવિત્ર દિવસે કરવામાં આવેલી આ સેવા માત્ર તરસ છીપાવવાનો પ્રયાસ નહોતો, પરંતુ માનવતા, કરુણા અને પરોપકારનો જીવંત સંદેશ પણ હતો. મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યો સતત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. અંતે સૌએ પ્રાર્થના કરી કે ભગવાન હરિ સૌના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ વરસાવે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments