Saturday, May 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં સોનાનો સૂરજ ઉગ્યો.

મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં સોનાનો સૂરજ ઉગ્યો.

મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં HDFC ના આર્થિક યોગદાનથી બે નવા રૂમ, કમ્યુટર લેબ તેમજ સ્ટેમ લેબ જેવી આધુનિક સુવિધાથી સજ્જ બનાવશે.

મોરબી, અત્રેની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની શૈક્ષણિક સુવાસ દૂર સુદૂર ફેલાયેલી હોય,શાળા અનેકવિધ પ્રવૃત્તિઓથી સતત ધમધમતી હોય,શાળામાં 425 જેટલી વિદ્યાર્થીનીઓની સંખ્યા હોય, ઘણી બધી વિદ્યાર્થીનીઓ નવમા ધોરણમાં પ્રવેશથી વંચિત રહી જતી હોય માધાપરવાડી વિસ્તારના ગ્રામજનો,આગેવાનો દ્વારા મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા અને ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાને રજુઆત કરતાં બંને મહાનુભાવોના સંયુક્ત પ્રયાસોથી માધાપરવાડી વિસ્તારમાં માધ્યમિક શાળા મંજુર કરવામાં આવેલ છે, અત્રે ઉલ્લેખનીય છે કે માધાપરવાડીની સાથે સાથે વજેપરવાડી વિસ્તાર અને પીપળી ગામમાં પણ માધ્યમિક શાળાને શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી મળેલ છે, માધ્યમિક શાળા મંજૂર થતા તમામ વિદ્યાર્થીઓ,વાલીઓ, આગેવાનોએ કાંતિભાઈ અમૃતીયા અને દુર્લભજીભાઈ દેથરીયા આ બંને મહાનુભાવો, બંને શિક્ષણમંત્રીશ્રી પ્રદ્યુમન વાજા અને શ્રી રીવાબા જાડેજા તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કે.એમ.મોતા વગેરેનો આભાર પ્રકટ કરેલ છે.

આ ઉપરાંત પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં HDFC બેંકના આર્થિક યોગદાનથી યુવા અન્સ્ટોપેબલ દ્વારા શાળામાં બે નવા રૂમ બનાવી આપશે,સ્ટેમ લેબ, પુસ્તકાલય,શિક્ષકો માટે જરૂરી ખુરશી, ટેબલ,કબાટ,જીમ, વૃક્ષારોપણ,સોલાર રૂફ, અભ્યાસક્રમમાં આવતા શૈક્ષણિક ચિત્રો દિવાલ પર દોરવા, 20 વિસ કમ્યુટર, વિદ્યાર્થીઓ ચાર મોટા જમ્બો એલ.સી.ડી.વગેરે આપવામાં આવશે જે પૈકી હાલ શાળામાં વૃક્ષારોપણ થઈ ગયું છે,વિસ કમ્યુટર અને ચાર એલ.સી.ડી. આવી ગયા છે,આમ પીએમશ્રી માધાપરવાડીમાં માધ્યમિક શાળાની મંજુરી અને દાતા દ્વારા શાળા માટે લાખો રૂપિયાની ભૌતિક સુવિધાઓ મળતા સોનાનો સૂરજ ઉગ્યો છે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments