Saturday, May 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ‘ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ...

મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ‘ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર’ની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ

લાયકાત ધરાવતા ઉમેદવારો આગામી તા. ૧૦/૦૬/૨૦૨૬ સુધીમાં કલેક્ટર કચેરીની ડીઝાસ્ટર શાખા ખાતે અરજી કરી શકશે*

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) દ્વારા તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત સમયગાળા માટે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી હસ્તકના ‘જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર’ (ડિઝાસ્ટર શાખા) ખાતે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર (DPO) ની ૦૧ (એક) જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવી છે. આ જગ્યા માટે માસિક એકત્રિત મહેનતાણું રૂ. ૨૫,૦૦૦/- (રૂ. ૨૦,૦૦૦ + રૂ. ૫,૦૦૦) પાત્ર રહેશે તેમજ અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની મહત્તમ વયમર્યાદા ૩૫ વર્ષ નિયત થયેલ છે.

આ જગ્યા માટે શૈક્ષણિક લાયકાતમાં માસ્ટર ઓફ સોશિયલ વર્ક (MSW) લઘુતમ ૭૦% અથવા તેને સમકક્ષ ગ્રેડ સાથે ઉત્તીર્ણ કરેલ હોવું જોઈએ, કમ્પ્યુટરનું જ્ઞાન તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રનો ડિગ્રી/ડિપ્લોમા કે સર્ટિફિકેટ કોર્સ ધરાવતા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે. અનુભવના માપદંડમાં સરકારી કે બિનસરકારી સંસ્થામાં કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ તથા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું અનિવાર્ય છે.

રસ ધરાવતા ઉમેદવારોએ કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખામાંથી ઉમેદવારી ફોર્મ મેળવી, તમામ શૈક્ષણિક અને અનુભવના આધાર-પુરાવાઓની સ્વ-પ્રમાણિત નકલો સાથે તા. ૧૦/૦૬/૨૦૨૬ ના રોજ સાંજના ૦૬:૦૦ કલાક સુધીમાં રૂબરૂ, રજીસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા કચેરીને મળી રહે તે રીતે મોકલી આપવાનું રહેશે. નિયત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને જ રૂબરૂ ઇન્ટરવ્યુ માટે ઈ-મેઈલ મારફતે જાણ કરવામાં આવશે તેમ મોરબી જિલ્લા કલેક્ટરશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments