Saturday, May 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiકચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન - 4

કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – 4

25મા દિવસ ની મેચ તારીખ 28/05/2026 ઉત્સાહ અને રોમાંચ માટે દરેક મેચોનું લાઇવ દર્શન સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા

જયુબિલી ગ્રાઉન્ડ ભુજ તથા મીરઝાપર ગ્રાઉન્ડ મધ્યે રમાઇ રહી છે. 400 ટીમો થી વધુ રમાનાર આ મેચ રોમાંચ અને ઉત્સાહ થી ભરપુર છે અને બહોળી સંખ્યામાં ખેલ દર્શક ઉપસ્થિત રહી ખેલાડીઓ ને ઉત્સાહ અને આયોજકો – વ્યવસ્થાપકો ને અભિનંદન આપે છે.

ભુજ શહેર ના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે કચ્છ લોકસભા તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઓપન ડે નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – 4 ના 25માં દિવસે જ્યુબિલી ગાઉન્ડ અને 23માં દિવસે મીરઝાપર ખાતે મેચો રમાઈ રહી છે. કચ્છ સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. અને ખેલ રસિકો ઉપસ્થિત રહી તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે. દરરોજ જિલ્લાના જનપ્રતિનિધિઓ, અધિકારી વર્ગ, શુભેચ્છકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. 400 થી વધુ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કચ્છ – મોરબી માળીયા ની ટીમો આ સ્પર્ધાત્મક ક્રિકેટ મેચમાં ભાગ લઈ રહ્યા છે.

આ સાથે તારીખ 28/05/2026 ના 25મા દિવસની જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાતી ક્રિકેટ મેચમાં પ્રથમ મેચ “જામલકૃપા ઇલેવન” અને “રેયાન્સ બંગલો ઇલેવન” વચ્ચે રમાઇ જેમાં “રેયાન્સ બંગલો ઇલેવન” ની ટીમ વિજેતા થઈ બીજી મેચ “સાહિલવા ઇલેવન” અને “રોયલ એકેડમી ઇલેવન” વચ્ચે રમાઇ, જેમાં સાહિલવા ઇલેવન ટીમ વિજેતા થઈ હતી. ત્રીજી મેચ “સુમિત ઇલેવન” અને “મહાવીરનગર ઇલેવન” વચ્ચે રમાઇ હતી જેમાં “મહાવીરનગર ઇલેવન” ની જીત થઈ ચોથી મેચ “જય ગોગા A ઇલેવન” અને “નુર નોડે ઇલેવન” વચ્ચે રમાઇ, જેમાં “જય ગોગા A ઇલેવન” ની જીત થઈ પાંચમી મેચ “જલીયાણ B ઇલેવન” અને “ફેન્સ ઇલેવન સુથરી” વચ્ચે રમાઇ, જેમાં “જલીયાણ B ઇલેવન” ની ટીમ વિજેતા થઈ હતી. છઠ્ઠી મેચ જલીયાણ A ઇલેવન અને સાક્ષી ઇલેવન ભુજ વચ્ચે રમાઈ જેમાં સાક્ષી ઇલેવન ભુજ ની ટીમ વિજેતા થઈ હતી. કચ્છ લોકસભા ઓપન ડે-નાઈટ ‘સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-4’ માં મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવે છે. આ મેચો દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સર્વશ્રી જુરી કમિટીના સભ્યો હાજર રહી પ્રોત્સાહન આપતા રહે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments