Saturday, May 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં પ્રેસ નામે રૂઆબ છાંટતા લેભાગુઓ સામે DYSP જે.એમ.આલ ની ચેતવણી: વેંચાતા...

મોરબીમાં પ્રેસ નામે રૂઆબ છાંટતા લેભાગુઓ સામે DYSP જે.એમ.આલ ની ચેતવણી: વેંચાતા લીધેલા પ્રેસકાર્ડ જમા કરવા આદેશ

10,000 રૂપિયામાં પ્રેસકાર્ડ ખરીદીને ટોલ ટેક્સ અને ચેકિંગથી બચવાનો કારસો પકડાયા બાદ પોલીસ એક્શન મોડ આવી

મોરબી : મોરબીમાં પત્રકારના નામે ખોટા પ્રેસકાર્ડ બનાવીને ફરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. મોરબી એ ડિવિઝન પોલીસે એક બ્રેઝા કાર ચાલકને ઝડપી પાડીને તેની પાસેથી રૂ.10 હજારમાં ખરીદેલું પ્રેસકાર્ડ કબ્જે કર્યું છે. ડીવાયએસપી દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આવા વેચાતા પ્રેસ કાર્ડ લેનાર પોતાના પ્રેસ કાર્ડ જાતે જમા કરાવી દે, નહિતર પોલીસ આકરા પગલાં લેશે.

બ્રેઝા કાર ચાલકે પ્રેસકાર્ડના જોરે પોલીસને રૂઆબ દેખાડયો અને પકડાઈ ગયો

ગઇકાલે મોરબી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક બ્રેઝા કારને અટકાવીને તપાસ કરી હતી. આ કાર પર ‘પ્રેસ’ લખેલું હતું. પોલીસે કાર ચાલક અસલમ હુસેનભાઈ શેખની પૂછપરછ કરતા તેની પાસેથી ‘પ્રેસ ઓફ ઇન્ડિયા’નું કાર્ડ મળી આવ્યું હતું. પોલીસે પત્રકારત્વના કોર્સ, માહિતી ખાતાના આધાર પુરાવા અને રજીસ્ટ્રેશન અંગે સઘન પૂછપરછ કરતા કાર ચાલક પાસે કોઈ જ માન્ય દસ્તાવેજો કે લાયકાત ન હોવાનું સામે આવ્યું હતું.

ટોલ ટેક્સ બચાવવા 10,000 રૂપિયા આપી કાર્ડ બનાવડાવ્યું

પોલીસની પ્રાથમિક તપાસમાં કાર ચાલક અસલમ હુસેનભાઈ શેખે કબૂલાત કરી હતી કે તેણે પ્રેસ ઓફ ઇન્ડિયાના રાધેશ બુદ્ધભટ્ટી નામના વ્યક્તિ પાસેથી 10,000 રૂપિયા આપીને આ કાર્ડ બનાવડાવ્યું હતું. આ કાર્ડનો મુખ્ય હેતુ માત્ર ટોલ ટેક્સ બચાવવા અને વાહન ચેકિંગ દરમિયાન પોલીસની કાર્યવાહીથી બચવાનો હતો. આ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ એ ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.

ખોટા પ્રેસકાર્ડ જમા કરાવી દેવા ડીવાયએસપી જે.એમ.આલ નો આદેશ

આ બનાવ સંદર્ભે ડીવાયએસપીએ મોરબીની જનતા અને ખાસ કરીને આવા વેચાતા પ્રેસ કાર્ડ લઈને ફરતા લોકોને કડક ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું છે કે, જે પણ લોકોએ કોઈ માધ્યમથી આવા વેચાતા પ્રેસકાર્ડ મેળવ્યા હોય તેઓ તાત્કાલિક એ ડિવિઝન પોલીસમાં તપાસ કરનાર અધિકારી પાસે પોતાના કાર્ડ જમા કરાવી દે. જો કાર્ડ જમા કરાવવામાં નહીં આવે તો પોલીસ સામે ચાલીને આવા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરશે. મીડિયાના ખોટા નામનો ઉપયોગ કરી વાહનો પર ‘પ્રેસ’ લખાવનાર અને બોગસ આઈડી કાર્ડ સાથે ફરતા કોઈપણ શખ્સને બક્ષવામાં આવશે નહીં.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments