Tuesday, June 2, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવજેપરમાં નશાના કાળા કારોબાર પર એસઓજીનો દરોડો, હાઈબ્રીડ ગાંજા સાથે એક શખ્સ...

વજેપરમાં નશાના કાળા કારોબાર પર એસઓજીનો દરોડો, હાઈબ્રીડ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી શહેર જિલ્લામાં યુવાધનને બરબાદ કરવા નશાનો કાળો કારોબાર છાનાખુણે ચાલી રહ્યો છે. જેમાં અવાર નવાર ગાંજાનો જથ્થો મળી રહ્યો છે ત્યારે મોરબી એસઓજી ટીમે જિલ્લામાં પ્રથમ કહી શકાય તેવો હાઈબ્રીડ ગાંજો ઝડપી લેવામાં સફળતા મેળવી છે.મોરબી એસઓજી ટીમે વજેપર વિસ્તારમાં દરોડો પાડી એક શખ્સને 1.992 કિલોગ્રામ સાદો ગાંજો તેમજ 11.37 ગ્રામ હાઈબ્રીડ ગાંજા સાથે ઝડપી લઈ એનડીપીએસ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમને બાતમી મળી હતી કે, શહેરના સાયન્ટિફિક રોડ પર વજેપર શેરી નંબર 23મા નશાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે.જે બાતમીને આધારે પોલીસે આરોપી દાઉદ અબ્બાસભાઈ ખુરેશીના વાડામાં દરોડો પાડતા વાડામાંથી 1.992 કિલોગ્રામ ગાંજો કિંમત રૂપિયા 99,600, હાઈબ્રીડ ગાંજો 11.37 ગ્રામ કિંમત રૂપિયા 38,629, વજન કાંટા બે, પ્લાસ્ટિકની કોથળીઓ, ગાંજો વેચાણના રોકડા રૂ.1620 તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5 હજાર મળી કુલ રૂપિયા 1,45,549નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આરોપીની પૂછતાછમાં રાજકોટના ગામીત નામના શખ્સનું નામ ખુલતા બન્ને વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં એનડીપીએસ એકટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments