Wednesday, June 3, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના શનાળા ઔધોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં કાલે ગુરુવારે વીજકાપ

મોરબીના શનાળા ઔધોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં કાલે ગુરુવારે વીજકાપ

રવાપર એસ.એસ.ના બહુમાળી અને તીર્થ અર્બન ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં સવારે 08:00 થી બપોરના 14:00 વાગ્યા સુધી પાવર કટ રહેશે

મોરબી : મોરબીમાં શનાળા ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં રોડ વાઈડનિંગની કામગીરી કરવાની હોવાથી આવતીકાલે તારીખ 04/06/2026 ના રોજ સવારે 08:00 થી બપોરના 14:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવનાર છે.

વીજકાપથી પ્રભાવિત થનારા વિસ્તારો

રવાપર એસ.એસ.માંથી નીકળતા બહુમાળી તેમજ તીર્થ અર્બન ફીડરમાં આવતા વિસ્તારોમાં વીજકાપ રહેશે. જેમાં સરદાર નગર-3, ન્યૂવેરા સ્કૂલની આસપાસના વિસ્તારો, રવાપર રેસીડેન્સી, શક્તિ ટાઉનશિપ 1 અને 2, લોટસ 158, લોટસ 159, આસોપાલવ સોસાયટી, ખેંગડીની વાડી, ઉમિયા નગર સોસાયટી, સદગુરુ નગર 1, નીતિન સોસાયટી, ફ્લોરા 158, વેલકમ પ્રાઈડ તથા તેની આસપાસના વિસ્તારોમાં તેમજ આ ફીડરમાં આવતા તમામ રહેણાંક તથા વાણિજ્ય વીજ્જોડાણોમાં વીજ બંધ રહેશે તેવું નાયબ ઈજનેરની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments