મોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને સામાજિક કાર્યકર પ્રભુભાઈ ભૂતનો આજે જન્મદિવસ નિમિત્તે સેવાકીય અને ધાર્મિક કાર્યો દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સમાજસેવા અને ગૌસેવા સાથે જોડાયેલા પ્રભુભાઈ ભૂતે પોતાના જન્મદિવસે ગૌમાતાની સેવા કરીને સમાજમાં સકારાત્મક સંદેશ આપ્યો હતો.
ગૌપ્રેમી તરીકે જાણીતા પ્રભુભાઈ ભૂતે જન્મદિવસ નિમિત્તે આશરે 100 મણ નીણ ગૌમાતાને અર્પણ કરી ગૌસેવાનું કાર્ય કર્યું હતું. તેમના આ સેવાભાવી કાર્યને સ્થાનિક લોકો દ્વારા પણ બિરદાવવામાં આવ્યું હતું.
જન્મદિવસના અવસરે વિવિધ સામાજિક, રાજકીય, ધાર્મિક અને વ્યાવસાયિક ક્ષેત્રના આગેવાનો સહિત તેમના હિતેચ્છુઓએ પ્રભુભાઈ ભૂતને શુભેચ્છાઓ પાઠવી તેમના સુખદ, સ્વસ્થ અને દીર્ઘાયુષ્ય જીવનની કામનાઓ વ્યક્ત કરી હતી.












