Friday, June 5, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના નવા કમિશનર સંગીતાબેન રૈયાણીને કોર્પોરેટર ભૂપતભાઈ જારીયાએ પાઠવી શુભેચ્છાઓ

મોરબીના નવા કમિશનર સંગીતાબેન રૈયાણીને કોર્પોરેટર ભૂપતભાઈ જારીયાએ પાઠવી શુભેચ્છાઓ

મોરબી મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર સંગીતાબેન રૈયાણી સાથે વોર્ડ નં. 3ના કોર્પોરેટર ભૂપતભાઈ જારીયા દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે સંગીતાબેન રૈયાણીને નવા કાર્યભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મુલાકાત દરમિયાન શહેરના વિકાસલક્ષી મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમજ મોરબીના સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવનારી કામગીરી અંગે આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કોર્પોરેટર ભૂપતભાઈ જારીયાએ જણાવ્યું હતું કે, સંગીતાબેન રૈયાણીના માર્ગદર્શન અને વહીવટી અનુભવથી મોરબી શહેર વિકાસના નવા સોપાનો સર કરશે અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ પ્રાપ્ત થશે. તેમણે નવા કમિશનરને સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments