Saturday, June 6, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા કાલે રવિવારે નેચરલ વસ્તુઓના વેચાણનું આયોજન

મોરબીમાં હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા કાલે રવિવારે નેચરલ વસ્તુઓના વેચાણનું આયોજન

માર્કેટિંગ યાર્ડ બહાર સવારે 8 થી બપોરના 12 વાગ્યા સુધી ઓર્ગેનિક અને આયુર્વેદિક વસ્તુઓ ઉપલબ્ધ રહેશે

મોરબી: મોરબીમાં હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા આવતીકાલે તારીખ 07-06- 2026 ને રવિવારના રોજ સવારે 8 થી બપોરના 12 વાગ્યા સુધી નેચરલ વસ્તુઓના વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેચાણ કેન્દ્ર માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ, આર.ડી.સી. બેન્કના દરવાજા પાસે, ન્યુ હાઉસિંગ બોર્ડની સામે, સનાળા રોડ ખાતે ઊભું કરવામાં આવશે.

આ વેચાણ કેન્દ્રમાં લોકોના સ્વાસ્થ્ય માટે અને રોજિંદા ઉપયોગ માટે અનેક નેચરલ વસ્તુઓ ઉપલબ્ધ રહેશે. જેમાં હરડે પાવડર, ગીલોય ઘનવટી, નેચરલ સાબુ, ડાંગની રાગીના ભૂંગરા, ગૌમૂત્ર અર્ક, આમળા- અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી અને લેમનટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાહતદરે 10 જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, ઓર્ગેનિક શાકભાજી અને રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા, વેલણ, જેરણી વગેરે પણ મળશે.

હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કર દ્વારા મોરબીની જનતાને આ વેચાણ કેન્દ્રનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે. આયોજકો દ્વારા ‘નિરોગી રહીએ, પ્રકૃતિ તરફ વળીએ અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ’ તેવો અનુરોધ કરવામાં આવ્યો છે, સાથે જ લોકોને ખરીદી માટે ઘરેથી કાપડની થેલી સાથે લાવવા પણ જણાવાયું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments