સવારે 8:30 થી સાંજના 4:30 વાગ્યા સુધી હરીપર અને કેરાળા સહિતના વીજજોડાણોમાં પુરવઠો બંધ રહેશે
મોરબી: મોરબી ઔધોગિક પેટા વિભાગ દ્વારા મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવાની હોવાથી તારીખ 10/06/2026 ને બુધવારના રોજ કેટલાક વિસ્તારોમાં વીજકાપ રહેશે.
જેમાં કેરાળા જેજીવાય, રાજા અને એરિકોન ઇન્ડ. ફીડરમાં સવારે 8:30 થી સાંજના 4:30 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ ફીડરો હેઠળ આવતા હરીપર અને કેરાળા ગામ તેમજ તમામ રહેણાક, વાણિજ્ય તેમજ ઔધોગિક (એચ.ટી.) વીજ્જોડાણોમાં આ સમયગાળા દરમિયાન વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઈજનેરની યાદીમાં જણાવાયું છે.










