Monday, June 15, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરની સમથેરવા પ્રાથમિક શાળામાં 1 કરોડના ખર્ચે 12 નવા ઓરડા અને કોમ્પ્યુટર...

વાંકાનેરની સમથેરવા પ્રાથમિક શાળામાં 1 કરોડના ખર્ચે 12 નવા ઓરડા અને કોમ્પ્યુટર લેબ બનશે

રાજકોટના સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રોજેક્ટ ‘લાઈફ’ અને મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ વચ્ચે MOU સંપન્ન

મોરબી : મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત વાંકાનેર તાલુકાની સમથેરવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે રાજકોટના સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રોજેક્ટ “લાઈફ” દ્વારા આ શાળામાં અધતન સુવિધાઓનું નિર્માણ કરવામાં આવશે. સંસ્થાના 100% અનુદાનથી શાળામાં કુલ 12 નવા ઓરડા, કોમ્પ્યુટર લેબ તેમજ સેનિટેશન વગેરે સુવિધાઓ અંદાજે 1 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવશે, જેના માટે આજે ઓફિશિયલ MOU કરવામાં આવ્યા છે.

આ પ્રોજેક્ટની વિગતો મુજબ, વાંકાનેરની સમથેરવા પ્રાથમિક શાળામાં ઓરડાઓ બાંધવા માટે પ્રોજેક્ટ “લાઈફ” દ્વારા સહમતિ દર્શાવવામાં આવી હતી. જેને પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, મોરબી દ્વારા ગત 11/06/2026 ના રોજ પત્ર લખીને સૌરાષ્ટ્ર મેડીકલ એન્ડ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટને આ બાબતે MOU કરવા માટે જણાવાયું હતું.

મોરબીના જિલ્લા વિકાસ અધિકારીના યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, મોરબી દ્વારા આજે તા. 15/06/2026 ના રોજ આ સંસ્થા સાથે MOU પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ કરાર થકી ગ્રામ્ય વિસ્તારના બાળકોને ભણવા માટે ઉત્તમ ભૌતિક સુવિધાઓ અને આધુનિક કોમ્પ્યુટર લેબનો લાભ મળશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments