Monday, June 15, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-૧૧ (વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે...

મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-૧૧ (વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરવા અનુરોધ

શૈક્ષણિક સત્ર ૨૦૨૬૨૭ માં ઉપલબ્ધ ખાલી બેઠકો પર મેરિટના આધારે અપાશે પ્રવેશ; ધોરણ૧૦ માં ૬૦ ટકા ગુણ ધરાવતા વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક

નિયત ફોર્મ અને જરૂરી દસ્તાવેજો શાળા કચેરીએ રૂબરૂ અથવા મેઈલ દ્વારા ઓનલાઈન સબમિટ કરી શકાશે

મોરબી જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડતી કેન્દ્ર સરકારની સ્વાયત્ત સંસ્થા પીએમ શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય-મોરબી ખાતે શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ માટે ધોરણ-૧૧ (વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહ) ની ઉપલબ્ધ ખાલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રવેશ મેળવવા માટે પાત્રતા ધરાવતા ઉત્સુક ઉમેદવારો પાસેથી આગામી તા. ૨૫ જૂન, ૨૦૨૬ સુધીમાં અરજીઓ મંગાવવામાં આવી છે.

આ નિવાસી શિક્ષણ વ્યવસ્થાનો લાભ લેવા માટે ઉમેદવારે શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬ દરમિયાન મોરબી જિલ્લાની માન્ય સી.બી.એસ.ઈ. (CBSE) અથવા રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) સંલગ્ન શાળામાંથી ધોરણ-૧૦ ની પરીક્ષા ઓછામાં ઓછા ૬૦% ગુણ સાથે પાસ કરેલી હોવી અનિવાર્ય છે. તેમજ વિજ્ઞાન પ્રવાહ પસંદ કરનાર ઉમેદવારે ધોરણ-૧૦ માં વિજ્ઞાન અને ગણિત વિષયમાં પણ ન્યૂનતમ ૬૦% ગુણ મેળવેલા હોવા જોઈએ. વયમર્યાદાના નિયમ અનુસાર, વિદ્યાર્થીની જન્મતારીખ ૦૧-૦૬-૨૦૦૯ થી ૩૧-૦૭-૨૦૧૧ ની વચ્ચે (બંને તારીખો સહિત) હોવી જરૂરી છે.

પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓની પસંદગી નવોદય વિદ્યાલય સમિતિના નિયમોનુસાર ધોરણ-૧૦ ની બોર્ડ પરીક્ષાના ગુણોના મેરિટના આધારે તદ્દન પારદર્શી રીતે કરવામાં આવશે.

પ્રવેશ ફોર્મ મેળવવા માટે ઈચ્છુકોએ જવાહર નવોદય વિદ્યાલય-મોરબીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે અથવા સંસ્થાની અધિકૃત વેબસાઇટ www.navodaya.gov.in કે www.jnvmorbi.org.in પરથી વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાશે. સંપૂર્ણ વિગતો સાથે ભરેલું આ અરજીપત્રક જરૂરી શૈક્ષણિક દસ્તાવેજોની સ્વ-પ્રમાણિત (Self-Attested) નકલો સાથે શાળાની કચેરીએ સમય દરમિયાન રૂબરૂ જમા કરાવી શકાશે અથવા સંસ્થાના સત્તાવાર ઈ-મેઈલ jnvmorbi@gmail.com પર ઓનલાઈન પણ મોકલી શકાશે, તેમ જવાહર નવોદય વિદ્યાલય-મોરબીના આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments