Monday, June 15, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરાસંગપર ગામ સમસ્ત મોરબીના પ્રથમ મેયર શ્રી ઉત્તમભાઈ સુરાણીનું ભવ્ય સન્માન

રાસંગપર ગામ સમસ્ત મોરબીના પ્રથમ મેયર શ્રી ઉત્તમભાઈ સુરાણીનું ભવ્ય સન્માન

મોરબી શહેરના પ્રથમ મેયર તરીકે નિયુક્ત થયેલા યુવા મેયર શ્રી ઉત્તમભાઈ મહેશભાઈ સુરાણીના વરણી થવા બદલ રાસંગપર ગામ સમસ્ત ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામજનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મોરબી મહાનગરપાલિકાના મેયર શ્રી ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જયંતીભાઈ પડસુંબિયા, શાસક પક્ષના નેતા શ્રીમતી અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા તેમજ દંડક શ્રી જયેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

સમારોહ દરમિયાન મહાનુભાવોએ પોતાના સંબોધનમાં મોરબી શહેરના સર્વાંગી વિકાસ, નાગરિક સુવિધાઓના વિસ્તરણ અને જનસેવાને વધુ ગતિ આપવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સાથે જ રાસંગપર ગામ સમસ્ત કરવામાં આવેલા સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં યોજાયો હતો. અંતે ગામ સમસ્તના આગેવાનોએ તમામ મહેમાનો, આગેવાનો તથા ઉપસ્થિત નાગરિકોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને સફળ બનાવવા બદલ સહકાર બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments