Monday, June 15, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળિયા(મી)ના વિરવિદરકા નજીક દેશી બંદૂક સાથે એક ઝડપાયો

માળિયા(મી)ના વિરવિદરકા નજીક દેશી બંદૂક સાથે એક ઝડપાયો

મોરબી : મોરબી જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો પકડવાની ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) મોરબીને મોટી સફળતા મળી છે. માળિયા (મી) પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વિરવિદરકા ગામના પાદર પાસેથી બાતમીના આધારે પોલીસે એક ઈસમને દેશી હાથ બનાવટની લોખંડની બંદૂક સાથે ઝડપી પાડી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયામાં અસગર ઉર્ફે અબુ દાઉદભાઈ જેડા (ઉ.વ.45 હાલ વિરવિદરકા, તા. માળિયા (મી), જિ. મોરબીને પોલીસે દેશી હાથ બનાવટની લોખંડની બંદૂક હથિયાર નંગ – 1 કિંમત રૂ. 5000 સાથે ઝડપી લીધો હતો. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને મોરબી પોલીસ અધીક્ષક મુકેશ પટેલની સુચના અન્વયે LCB ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી. ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.ડી. ભટ્ટ અને પીએસઆઈ વી.જી. માલાણીની ટીમે આ કામગીરી કરી હતી. એએસઆઈ હિતેન્દ્રસિંહ ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ કાણોતરા, પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ પરમાર અને ભગીરથસિંહ ઝાલાને મળેલી સંયુક્ત ખાનગી બાતમીના આધારે વિરવિદરકા ગામના પાદરમાં દરોડો પાડીને આરોપીને હથિયાર સાથે દબોચી લેવામાં આવ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments