Monday, June 15, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના વિશપરા રોડ અને નેક્ષેસ સિનેમા સામે આગ : સદનસીબે જાનહાનિ ટળી

મોરબીના વિશપરા રોડ અને નેક્ષેસ સિનેમા સામે આગ : સદનસીબે જાનહાનિ ટળી

મોરબી : મોરબીમાં ગત તારીખ 14ના રોજ ફાયર કંટ્રોલ રૂમમાં આગ લાગવાના 2 અલગ-અલગ કોલ નોંધાયા હતા. ફાયર વિભાગની ટીમે ત્વરિત કાર્યવાહી કરી બંને સ્થળોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

પ્રથમ બનાવમાં, સવારે 11:01 વાગ્યે બિલાની મશીન, વિશપરા રોડ પાસે આવેલ બાવળની ઝાડીઓમાં આગ લાગી હોવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગને બુઝાવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

બીજો બનાવ બપોરે 13:27 વાગ્યે નોંધાયો હતો. નેક્ષેસ સિનેમા સામે PGVCL લાઈનનું સમારકામ ચાલુ હતું તે દરમિયાન શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી. ફાયર વિભાગની ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ફાયર વ્હીકલમાં પાણી ખાલી થઈ ગયું હતું, પરંતુ નેક્ષેસ સિનેમામાં ફાયર સિસ્ટમ કાર્યરત હોવાથી તુરંત જ ત્યાંથી પાણી ભરવાની વ્યવસ્થા થઈ શકી હતી.

પાણીનો સ્ત્રોત નજીકથી મળી જતાં ફાયર વિભાગે 29,000 લીટર પાણીનો મારો ચલાવીને આગ પર ઝડપથી કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ ન હતી. નેક્ષેસ સિનેમાની ફાયર સિસ્ટમ યોગ્ય રીતે ફીટીંગ કરેલી અને કાર્યરત હોવાથી ફાયર બ્રિગેડને સમયસર મોટી મદદ મળી હતી. આ સહકાર બદલ મોરબી ફાયર ટીમે નેક્ષેસ સિનેમાના માલિકનો આભાર માન્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments