Monday, June 15, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiભુજ ખાતે આયોજિત “સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૪ - નમો કપ”...

ભુજ ખાતે આયોજિત “સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૪ – નમો કપ” ની મેગા ફાઇનલ મેચ બની સર્વે ખેલાડીઓ માટે સ્પોર્ટ્સમેન સ્પિરિટનું ઉન્નત સંવર્ધન

કચ્છ લોકસભા તથા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ-ભુજ દ્વારા ઓપન કચ્છ ડે–નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ “સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન–૪ – નમો કપ”ની “મેગા ફાઈનલ મેચ” તા.૧૨/૦૬/૨૦૨૬, શુક્રવારે ભુજ શહેરના જયુબિલી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. આ ફાઈનલ મેચ સાંજે ૭.૦૦ વાગ્યે મહાનુભાવો-લોકસભા પરિવાર તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ –ભુજના ટ્રસ્ટીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ. આ પ્રસંગે દરરોજ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સાથે તેમને બિરદાવવા ઉપસ્થિત રહેલ સર્વેનું આભાર માનતા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા એ જણાવ્યુ હતું કે સ્પોર્ટ્સ સમાજના યુવાનોમાં એકતા અને ઉત્સાહનો એક પ્રચંડ ભાવ ઉત્પન્ન કરે છે અને પરસ્પરના સદભાવ અને સાહચર્યમાં અભિવૃદ્ધિ કરે છે. આ માત્ર એક ક્રિકેટ મેચ નથી, પરંતુ સામાજિક એકતા સાથે તંદુરસ્ત સ્વાસ્થ્ય અને રમતગમત પ્રત્યે જાગૃતિ લાવતો સરાહનીય પ્રયાસ છે તથા દરેક ખેલાડીમાં મનોબળ, શિસ્ત અને સ્પોર્ટ્સમેન સ્પિરિટનું ઉન્નત સંવર્ધન કરવાનું છે. સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૧, ૨, અને ૩ની ભવ્ય સફળતા બાદ આ વર્ષે “સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪–નમો કપ” નું તા. ૦૩/૦૫/૨૦૨૬ ના પ્રારંભ કરવામાં આવ્યું અને કુલ ૪૨ દિવસની મેચમાં કુલ ૪૩૩ ટિમોમાં કુલ ૬૯૯૫ ખેલાડીઓ એ ઉમંગ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. તદઉપરાંત ૧૩ મહિલા ટિમના ૧૪૫ મહિલા ખેલાડીઓ એ ૩ દિવસમાં ૧૨ જેટલી મેચો રમી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સાંસદશ્રી એ જણાવ્યું હતું કે આ ક્રિકેટ ટુર્નામેન્ટની તા.૧૨/૦૬/૨૦૨૬ને શુક્રવારે “મેગા ફાઈનલ’ મેચમાં A. G-11 ટીમ અને Royal-11 ભુજ ટીમ વચ્ચે યોજાયેલ જે મેચમાં A.G-11 ટીમનો ઐતિહાસિક વિજય થયેલ. તેમજ મહિલા ની ફાઈનલ મેચમાં Surya Builders ટીમ અને Blaster-11 વચ્ચે યોજાયેલ જેમાં Blaster-11 ટીમ નો વિજય થયેલ. આ મેચનું લાઈવ પ્રસારણ Vinod Chavda’ યુટ્યુબ ચેનલ લાઈવ પ્રસારણ કરવામાં આવેલ.

સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૪ –નમો પ” ના તમામ ખેલાડીઓને પ્રોત્સાહન અને શુભેચ્છા પાઠવવા ભારત અંડર-૧૯ વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના પ્લેયર હરવંશસિંઘ પંગાલીયા, ૨. સૌરાષ્ટ્ર ક્રિકેટ એશોસીએસનનાં રણજી ટ્રોફીનાં કોચ મોહનસિંહ જાડેજા, ૩. પૂર્વ રણજી ટ્રોફી પ્લેયર સુનિલભાઈ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. તેમનું શાલ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું. તેમજ સર્વે મહાનુભાવોશ્રીઓ એ આ “મેગા ફાઈનલ મેચ’ ખુબ ઉત્સાહ અને ઉમંગ સાથે માણી હતી. આ ઉપરાંત મેચ નિહાળવા પધારેલા સૌ ક્રિકેટ રસિકો અને યુવાનોએ હાજર રહી ક્રિકેટનો આનંદ માણ્યો હતો

દરેક ૪૦૦ + ટીમોનાં મેચ દરમ્યાન સમય–સહકાર આપતાં કાર્યકરો-મહાનુભાવોનાં સન્માન અને મેગા ફાઈનલ મેચ’માં ભાગ લેતી બંને ટીમોને પ્રોત્સાહન સ્વરૂપે વિજય કપ અર્પણ કરવામાં આવેલ, સાથે મેન ઓફ ધ સીરીઝ, બેસ્ટ બેસ્ટમેન, બેસ્ટ બોલર, બેસ્ટ કીપર, બેસ્ટ ફિલ્ડર, બેસ્ટ કેચ, સેન્ચ્યુરી કરનાર ખેલાડીઓ, 5 વિકેટ લેનાર ખેલાડીઓ, વધારે રન કરનાર ખેલાડીઓ (પુરુષ તથા મહિલા ટીમો) ને ઇનામ વિતરણ કરવામાં આવેલ હતા. ‘સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-4-નમો કપ’ અંતર્ગત આજની મેગા ફાઈનલ મેચ” ખૂબજ ઉત્સાહભરી અને હૃદયસ્પર્શી રહી હતી.

આ પ્રસંગે ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી રવિભાઈ ગરવા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી હિતેશભાઈ ગોસ્વામી, ઉપપ્રમુખ શ્રી દિપકભાઈ ડાંગર, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ભીમજીભાઈ જોધાણી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી પ્રફુલસિંહ જાડેજા અને શ્રી આશિકાબેન ભટ્ટ, જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ શ્રી રામભાઈ ગઢવી, મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ શાહ, જિલ્લા ભાજપ કિસાન મોરચાના મહામંત્રી શ્રી વિરમભાઈ આહીર, અંગદાનના પ્રણેતા શ્રી દિલીપભાઈ દેશમુખ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસભાઈ સુંડા, પશ્ચિમ કચ્છ હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી * મનિષભાઈ બારોટ, ભુજ શહેર ભાજપ પ્રમુખ શ્રી મીતભાઈ ઠક્કર, ઉપપ્રમુખ શ્રી જયંતભાઈ ઠક્કર, મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અશોકભાઈ બરાડીયા, મહામંત્રી શ્રી દિનેશભાઈ ઠક્કર, લખપત તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ગણપતભાઈ રાજગોર, નખત્રાણા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ધર્મેશભાઈ કેશરાણી, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સામતભાઈ ગઢવી, માંડવી શહેર ભાજપ મહામંત્રી શ્રી કિશનસિંહ જાડેજા, માંડવી શહેર યુવા ભાજપ મહામંત્રી શ્રી શક્તિસિંહ ઝાલા, ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રી શિતલભાઈ શાહ, ઉપપ્રમુખ શ્રી બિંદિયાબેન ઠક્કર, કારોબારી ચેરમેન શ્રી કમલભાઈ ગઢવી, કાઉન્સિલર શ્રી મનિષાબેન સોલંકી, શ્રી પ્રકાશભાઈ મહેશ્વરી, શ્રી દિલીપભાઈ હડિયા, શ્રી મયંકભાઈ રૂપારેલ, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી લક્ષ્મીબેન ખેતાણી, નખત્રાણા નગરપાલિકાના પ્રમુખ શ્રી વસંતભાઈ વાઘેલા, દંડક શ્રી જાગૃતિબેન ઠક્કર, મુન્દ્રા-બારોઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી ભોજરાજભાઈ ગઢવી, કારોબારી ચેરમેન શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, માંડવી તાલુકા પંચાયતના સત્તા પક્ષના નેતા શ્રી કિર્તીભાઈ ગોર, માંડવી નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન શ્રી વિશાલભાઈ ઠક્કર, પુર્વ જીલ્લા પંચાયત સદસ્ય શ્રી કેશવજીભાઈ રોશિયા, સમાજ નવ નિર્માણ ટ્રસ્ટના શ્રી અરવિંદભાઈ લેઉવા, શ્રી પ્રકાશભાઈ પટેલ, શ્રી ગોકુલભાઈ ડાંગર, શ્રી યોગેશભાઈ ત્રિવેદી, શ્રી શંકરભાઈ પરમાર, શ્રી પ્રવિણભાઈ વાણીયા, શ્રી નિલેશભાઈ દાફડા, શ્રી નિલયભાઈ ગોસ્વામી, શ્રી રાજેશભાઈ ગોર, શ્રી કુલદીપસિંહ જાડેજા, શ્રી રાજુભાઈ રબારી, શ્રી મયુરસિંહ જાડેજા, શ્રી હેમેન્દ્રભાઈ જણસારી, શ્રી મહેશભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments