Tuesday, June 16, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiભોળીપાટ વાંઢ પ્રાથમિક શાળા માટે દાતાએ 1300 ચો.મી. જમીન દાનમાં આપી

ભોળીપાટ વાંઢ પ્રાથમિક શાળા માટે દાતાએ 1300 ચો.મી. જમીન દાનમાં આપી

મોરબી જિલ્લાના માળિયા (મિયાણા) તાલુકાના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં આવેલી મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની ભોળીપાટ વાંઢ પ્રાથમિક શાળામાં 2 નવા રૂમો મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે, શાળાની આસપાસ કોઈ સરકારી પડતર કે ખરાબાની જમીન ઉપલબ્ધ ન હોવાને કારણે શાળાના આ નવા ઓરડાનું નિર્માણ કાર્ય અટકી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.

આ કપરી પરિસ્થિતિમાં સ્થાનિક દાતા સુભાનભાઈ બાવાભાઈ સંઘવાણી આગળ આવ્યા હતા અને તેમણે બાળકોના શિક્ષણના હિતમાં એક મોટો નિર્ણય લીધો હતો. તેમણે મોજે માળિયાના સર્વે નં. 832/પૈકી 1/2 ની પોતાની માલિકીની કુલ જમીનમાંથી 1300 ચો.મી. જમીન શાળાનું નવું મકાન બનાવવા માટે સ્વેચ્છાએ દાનમાં આપી દીધી છે.

સુભાનભાઈ બાવાભાઈ સંઘવાણીની આ ઉમદા અને ઉદાર કામગીરીની વિશેષ નોંધ રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા પણ લેવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે આપેલા આ અનન્ય યોગદાન બદલ આજ રોજ તા. 15/06/2026 ના દિવસે મોરબી કલેક્ટર અને મોરબી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેઓનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments