મોરબી – કચ્છ હાઇવે પર ટીંબડી પાટિયા પાસે આવેલ ફરિયાદી યશભાઈ ત્રિભુવનભાઈ સનાવડા ઉ.30 રહે. ઉમિયા ચોક, રવાપર રોડ, મોરબી વાળાના કારખાનાની દીવાલ કૂદી ચાર અજાણ્યા તસ્કરો ગત તા.3 જુનના રોજ 350 કિલોગ્રામ કોપર તેમજ એલ્યુમનીયમ વાયર કિંમત રૂપિયા 1,75,000ની ચોરી કરી લઈ જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.










