Tuesday, June 16, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદના ચાડધ્રા ગામના જે. એમ. ગઢવીને પીઆઈ તરીકે બઢતી

હળવદના ચાડધ્રા ગામના જે. એમ. ગઢવીને પીઆઈ તરીકે બઢતી

(અહેવાલ: જયેશ બોખાણી મોરબી) હળવદ તાલુકાના ચાડધ્રા ગામના મૂળ વતની અને ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા જે. એમ. ગઢવી (જયરાજસિંહ ગઢવી)ને પોલીસ ઇન્સ્પેક્ટર (PI) તરીકે બઢતી મળી છે. જે. એમ. ગઢવી છેલ્લા દોઢ વર્ષથી સુરત રૂરલમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી રહ્યા હતા. તેમની નિષ્ઠાપૂર્વકની કામગીરી, ફરજ પ્રત્યેની સમર્પિતતા અને પોલીસ વિભાગમાં નોંધપાત્ર યોગદાનને ધ્યાનમાં રાખીને તેમને પોલીસ ઇન્સ્પેક્ટર (PI) તરીકે બઢતી આપવામાં આવી છે.

પોલીસ વિભાગમાં પોતાની સેવાકીય કારકિર્દી દરમિયાન તેમણે કચ્છ જિલ્લાના રાપર, ભાવનગર જિલ્લાના બગદાણા, વેરાવળ તેમજ પોરબંદર સહિતના વિસ્તારોમાં વિવિધ જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી છે. વિવિધ સ્થળોએ ફરજ દરમિયાન તેમણે કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ જાહેર સુરક્ષા માટે નોંધપાત્ર કામગીરી કરી હતી. તેમની આ સિદ્ધિ બદલ ચાડધ્રા ગામ તેમજ હળવદ પંથકના આગેવાનો, મિત્રવર્તુળ અને શુભેચ્છકોએ અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments