Wednesday, June 17, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના દરબારગઢ ચોક ખાતે આવેલા ખોડિયાર મંદિરે શુક્રવારે નવચંડી યજ્ઞ તથા મહાઉત્સવનું...

મોરબીના દરબારગઢ ચોક ખાતે આવેલા ખોડિયાર મંદિરે શુક્રવારે નવચંડી યજ્ઞ તથા મહાઉત્સવનું આયોજન

ખોડિયાર મંદિરને 40 વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે યોજાશે ધાર્મિક કાર્યક્રમો

મોરબી : મોરબીના દરબારગઢ ચોક ખાતે આવેલા ખોડિયાર મંદિરને 40 વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે આગામી તારીખ 19-6-2026 ને શુક્રવારના રોજ નવચંડી યજ્ઞ તથા મહાઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મા ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા મળતી માહિતી મુજબ, ખોડિયાર માતાજીના મંદિરે ઉજવાઈ રહેલા આ મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમની રૂપરેખા

નવચંડી યજ્ઞ: સવારે 8 થી બપોરે 4 કલાકે

બીડું હોમવાનું: સાંજે 4-30 કલાકે

મહા આરતી: સાંજે 7-00 કલાકે

મહાપ્રસાદ: સાંજે 7-30 કલાકે

સ્થળ: દરબારગઢ ચોક, ખોડિયાર મંદિર, મોરબી.

નવચંડી હવનમાં બેસવા માટે 8200007560 અથવા 9909974717 પર સંપર્ક કરવા અથવા રૂબરૂ મંદિરનો સંપર્ક કરવા જણાવાયું છે. આ તમામ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા મોરબીની ધર્મપ્રેમી જનતાને મા ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments