ધોરણ 5 થી કોલેજ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓને 26 જુલાઈએ સન્માનિત કરાશે
મોરબી: મોરબી જિલ્લામાં વસતા તમામ રાજપૂત (ક્ષત્રિય) પરિવારોના તેજસ્વી વિધાર્થીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી જુલાઈ માસના છેલ્લા રવિવારે એટલે કે તારીખ 26/07/2026 ના રોજ ‘વિદ્યાર્થી સરસ્વતી સન્માન સમારોહ’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ સમારોહમાં મોરબી જિલ્લામાં વસતા તમામ રાજપૂત પરિવારોના ધોરણ 5 થી લઈને કોલેજ કક્ષા સુધીના ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં સૌથી વધુ માર્ક્સ મેળવી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓનું રાજપૂત સમાજ દ્વારા સન્માન કરવામાં આવશે.
માર્કશીટ જમા કરાવવાની છેલ્લી તારીખ અને નિયમો
આ સરસ્વતી સન્માન સમારોહમાં ભાગ લેવા માટે તમામ વાલીઓએ પોતાના બાળકોની માર્કશીટની ઝેરોક્ષ નકલ સંપૂર્ણ માહિતી સાથે તારીખ 11/07/2026, શનિવાર સુધીમાં નિયત સરનામે પહોંચાડવાની રહેશે.
તારીખ 11/07/2026, શનિવાર બાદ કોઈ પણ વિદ્યાર્થીની માર્કશીટ સ્વીકારવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓમાં સૌથી વધારે માર્ક્સ મેળવનારને સન્માનિત કરવામાં આવશે. દરેક વાલીઓએ ખાસ નોંધ લેવી કે પોતાના બાળકની માર્કશીટ વ્હોટ્સએપ (WhatsApp) દ્વારા મોકલવી નહીં, માત્ર રૂબરૂ જ નકલ પહોંચાડવાની રહેશે.
માર્કશીટ જમા કરાવવા માટેના સ્થળો અને સંપર્ક નંબર
વાલીઓએ પોતાના બાળકોની માર્કશીટ નીચે જણાવેલા સંપર્ક સ્થાનોમાંથી કોઈ પણ એક સ્થળે જમા કરાવવાની રહેશે:
- હરદેવસિંહ જાડેજા (એડવોકેટ) – ગુજરાત હાઉસિંગ બોર્ડ, મોરબી-2 (મોબાઈલ નંબર: 98251 95961)
- મહાવીરસિંહ જાડેજા (એડવોકેટ) – તલાશ એન્ટરપ્રાઈઝ, કડિયા બોર્ડિંગ પાસે, મોરબી-2 (મોબાઈલ નંબર: 92760 99999)
- મહાવીરસિંહ જ્ગતસિંહ જાડેજા – શક્તિ કોર્પોરેશન, બોયઝ હાઈસ્કૂલ પાસે, વસંત પ્લોટ, મોરબી-1 (મોબાઈલ નંબર: 98250 20249)
- જશવંતસિંહ ઝાલા – સોમૈયા સોસાયટી, વાવડી રોડ, મોરબી-1 (મોબાઈલ નંબર: 90336 00303)
- રાજભા સોઢા – ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, મોરબી-1 (મોબાઈલ નંબર: 98256 73936)










