મોરબી : મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં ખાણી- પીણી અને ફરસાણની પેઢીઓ પર કડક નિરીક્ષણ અને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા રવાપર રોડ પર આવેલી 20 જેટલી ફરસાણની પેઢીઓમા તપાસ કરવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન ફૂડ શાખા દ્વારા સ્થળ પર જ TPC MACHINE દ્વારા ખાદ્ય તેલના નમૂનાઓની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં જે તેલના નમૂનામાં TPC count 25 થી વધુ જોવા મળ્યો હતો, તે તમામ તેલના જથ્થાનો સ્થળ પર જ તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ફરસાણ પેકિંગ માટે ઉપયોગમાં લેવાતા આશરે 5 kg જેટલા છાપેલા ન્યૂઝ પેપરનો જથ્થો પણ ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા જપ્ત કરી નાશ કરવામાં આવ્યો હતો.
વધુમાં, આ ઝુંબેશ અંતર્ગત લાઈટ નાસ્તા હાઉસમાંથી આશરે 2 કિલો અખાધ ચટણીનો નાશ કરાયો હતો. જ્યારે નેપોપ ચાઈનીઝમાંથી આશરે 5 કિલો અખાધ ચટણી તેમજ આરોગ્ય માટે નુકસાનકારક ફૂડ કલરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
વધુમાં, આ ઝુંબેશ અંતર્ગત લાઈટ નાસ્તા હાઉસમાંથી આશરે 2 કિલો અખાધ ચટણીનો નાશ કરાયો હતો. જ્યારે નેપોપ ચાઈનીઝમાંથી આશરે 5 કિલો અખાધ ચટણી તેમજ આરોગ્ય માટે નુકસાનકારક ફૂડ કલરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
મોરબી મહાનગર પાલિકાની ફૂડ શાખા દ્વારા તમામ ખાણી-પીણી અને ફરસાણના વેપારીઓને કડક તાકીદ કરવામાં આવી છે કે, આગામી દિવસોમાં આ ચેકિંગની કામગીરી વધુ કડક રીતે ચાલુ રાખવામાં આવશે અને જો કોઈ પણ વેપારી જાહેર આરોગ્ય સાથે ચેડાં કરતા પકડાશે તો તેની સામે કાયદેસરના કડક પગલાં લેવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.












