Thursday, June 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiશ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવના સભ્યોએ જેતપર પહોંચી ખેડૂત આંદોલનને આપ્યું સમર્થન

શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવના સભ્યોએ જેતપર પહોંચી ખેડૂત આંદોલનને આપ્યું સમર્થન

મોરબી : જેતપર ખાતે વીજલાઈનના વળતરને લઈને ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવામાં આવી રહ્યું છે. જેને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. ત્યારે આજે શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવના સભ્યોએ જેતપર ખાતે ઉપવાસ છાવણીમાં હાજરી આપી ખેડૂત આંદોલનને સમર્થન જાહેર કર્યું છે.

આજે શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવના સભ્યોએ જેતપરમાં આંદોલન ચલાવી રહેલા ખેડૂતોની રૂબરૂ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સભ્યોએ ખેડૂતોની સાથે રહીને વાતચીત કરી હતી અને તેમની લડતને મજબૂત આશ્વાસન આપ્યું હતું. સભ્યોએ જણાવ્યું હતું કે, તેઓ સંપૂર્ણપણે ખેડૂતોની સાથે છે અને તેમના આંદોલનને મોરબીના આ સંગઠનનું પૂરેપૂરું સમર્થન છે. ખેડૂતોના હિત માટે તેઓ હંમેશા ખભેખભા મિલાવીને ઊભા રહેશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments