મોરબી: મોરબીમાં હાલ પડી રહેલી કાળઝાળ ગરમીમાં રાહદારીઓ અને નગરજનોને આકરા તાપથી રાહત અને શીતળતા આપવા માટે પ્રશંસનીય સેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. પરશુરામ યુવા ગ્રુપ – મોરબી દ્વારા “સેવા એ જ પરમો ધર્મ” ના સૂત્ર હેઠળ ઠંડા-પીણા અને શરબત વિતરણનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
ભક્તિ અને સેવાના સંગમ સમાન આ કાર્યક્રમનું આયોજન તારીખ 28/06/2026 ને રવિવારના રોજ કરવામાં આવ્યું છે. મોરબીમાં સરદારબાગની સામે આવેલા OMVVIM કોલેજ સામેના ગ્રાઉન્ડ ખાતે સવારે 10:30 વાગ્યાથી આ શરબત વિતરણ સેવા કેમ્પ શરૂ કરવામાં આવશે.
આ કાળઝાળ ગરમીમાં લોકોને રાહત આપવાના હેતુથી યોજાયેલા આ કેમ્પનો લાભ લેવા માટે પરશુરામ યુવા ગ્રુપ – મોરબી દ્વારા તમામ નગરજનો અને રાહદારીઓને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.











