Friday, July 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsશ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે ટંકારામાં મેગા બ્લડ...

શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે ટંકારામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ

શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના 61 મા જન્મદિવસ નિમિત્તે ગુજરાત અને ગુજરાત બહાર 65 થી વધારે જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પના આયોજન કરવામા આવેલ છે સાથે વૃક્ષારોપણ, દિવ્યાંગ બાળકોને ભોજન, પુસ્તકો, તથા સ્ટેશનરી કિટ, મેડિકલ કેમ્પ જેવી વિવિધ સેવાકિય પ્રવૃતિ કરવામા આવશે. 

ટંકારા ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તથા વૃક્ષારોપણનુ આયોજન શ્રી ખોડલધામ પરિવાર મોરબી જીલ્લા અને શ્રી સરદાર લેવા પટેલ સમાજ ટંકારા દ્વારા યાદીમાં જણાવ્યું હતું કે તારીખ 11 7 2026 ને શનિવારના રોજ બપોરે 3 અને 30 થી સાંજે 07:30 સુધી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે તો સર્વે સેવાભાવી લોકોએ મિત્ર વર્તુળ સાથે પધારવા ખોડલધામ સમિતિ મોરબી જીલ્લા અને સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા અપીલ કરવામાં આવે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments