Sunday, July 12, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદના કીડી નજીક જુગાર રમતા 6 શખ્સો ને ઝડપી લેતી હળવદ પોલીસ

હળવદના કીડી નજીક જુગાર રમતા 6 શખ્સો ને ઝડપી લેતી હળવદ પોલીસ

હળવદ પોલીસે વાડીની ઓરડીમાં દરોડો પાડી રૂ.56 હજારની રોકડ જપ્ત કરી

હળવદ : હળવદના કીડી ગામે વાડીની ઓરડીમાં ચાલતા જુગરધામ ઉપર પોલીસે દરોડો પાડી જુગાર રમતા 6 શખ્સોને રૂ.56 હજારની રોકડ સાથે ઝડપી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે હળવદના કીડી ગામે રહેતા આરોપી રણજીતસિંહ અજીતસિંહ ઝાલાની વાડીએ પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન વાડીની ઓરડીમાં જુગાર રમતા 6 શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 56,600 અને 52 ગંજીપત્તાના પાના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પકડાયેલા આરોપીઓમાં રણજીતસિંહ અજીતસિંહ ઝાલા (રહે. કીડી, તા. હળવદ), લખનસિંહ બટુકસિંહ ઝાલા (રહે. કીડી, તા. હળવદ), રમેશભાઈ બચુભાઈ મહાલીયા (રહે. ખોડ, તા. હળવદ), રાણાભાઈ વિરમભાઈ ઉધરેજા (રહે. કીડી, તા. હળવદ), દશરથસિંહ મનહરસિંહ ઝાલા (રહે. કીડી, તા. હળવદ) અને મુકેશભાઈ જાદવજીભાઈ ફુલતરીયા (રહે. કીડી, તા. હળવદ) નો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા મુજબ ગુનો નોંધી હળવદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરી પી.આઈ. આર.ટી.વ્યાસ, પી.એસ.આઈ. એસ.એસ.ભટ્ટ તથા હળવદ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments