Monday, July 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરના ગુંદાખડા ગામની સીમમાંથી 29.47 લાખથી વધુનો વિદેશી દારૂ અને બીયર ઝડપાયો

વાંકાનેરના ગુંદાખડા ગામની સીમમાંથી 29.47 લાખથી વધુનો વિદેશી દારૂ અને બીયર ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસે બે ઈસમોને 14796 બોટલ સાથે ઝડપી લીધા: અન્ય બે શખ્સો વોન્ટેડ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામની સીમમાં આવેલ એક વાડીના રહેણાંક મકાનમાંથી વાંકાનેર પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દરોડામાં પોલીસે કુલ 29,47,564 રૂપિયાની કિંમતની 531 પેટીઓ જપ્ત કરી છે અને બે આરોપીઓની ધરપકડ કરી છે

પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર બી. વી. પટેલ અને તેમની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગુંદાખડા ગામની સીમમાં નાથાભાઈ હરજીભાઈ વાજા પોતાની વાડીમાં આવેલા મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખીને સગેવગે કરવાની પેરવીમાં છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા મકાનમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા.

પોલીસે ઘટનાસ્થળેથી કુલ 14796 બોટલ અને ટીન (કુલ 531 પેટી) કબ્જે કર્યાં છે. આ દારૂના જથ્થાની કુલ કિંમત 29,47,564 રૂપિયા થાય છે. આ ઉપરાંત, 10,000 રૂપિયાની કિંમતના 2 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.

પોલીસે સ્થળ પરથી નાથાભાઈ હરજીભાઈ વાજા અને અશ્વિનભાઈ નાથાભાઈ વાજા (બંને રહે. ગુંદાખડા ગામના પાદરમાં આવેલ વાડીમાં, તા. વાંકાનેર) ની અટકાયત કરી છે. જ્યારે આ દારૂનો જથ્થો મોકલનાર રાજસ્થાનના ટકો અને થાનના જીતેશભાઈ ભીમાભાઈ રંગપરાને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યાં છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments