મોરબીના જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ વિજયભાઈ સીતાપરાના 55 માં જન્મદિવસ પ્રસંગે સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી તા. 19 જુલાઈના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજયભાઈના 55 માં જન્મદિવસ નિમિત્તે કુલ 55 રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરીને તેમને અનોખી શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના સંતો શાસ્ત્રી જગતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી દિવ્યપ્રકાશદાસજી સ્વામી અને ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ખાસ ઉપસ્થિત રહીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે સી.એ. વિજયભાઈ સીતાપરા, સી.એ. દીપકભાઈ બકરાણીયા, સી.એ. બ્રિજેશભાઈ કાલરીયા, સી.એ. રાજેશભાઈ એરણીયા, પુત્ર રાજ સીતાપરા, પુત્રી ડો. ભાવિશા સીતાપરા તેમજ પરિવારના તમામ મિત્ર-સંબંધીઓએ સક્રિય સહકાર આપ્યો હતો. સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને એમ.ડી. રમેશભાઈ માકાસણા દ્વારા આયોજકો અને તમામ રક્તદાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.










