Thursday, July 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસૌરાષ્ટ્રના સાવજ ગૌ.વા.વિઠ્ઠલભાઈ રાદડીયાની સાતમી પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં...

સૌરાષ્ટ્રના સાવજ ગૌ.વા.વિઠ્ઠલભાઈ રાદડીયાની સાતમી પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરતા લેઉવા પટેલ સમાજના અગ્રણીઓ

સૌરાષ્ટ્રની પાવન ધરતી પર અનેક સંતો-મહંતો અને મહાનુભવોએ જન્મ ધારણ કર્યા છે તેમજ ભગવાન શ્રી કૃષ્ણ નુ મોક્ષધામ પણ સૌરાષ્ટ્ર ની પવિત્ર ધરા છે ત્યારે સૌરાષ્ટ્ર નહીં પરંતુ સમગ્ર દેશ નુ ગૌરવ સમા વિઠ્ઠલભાઈ રાદડીયા નો જન્મ તા.૮-૧૧-૧૯૫૮ ના રોજ થયો હતો. તેમના જીવનકાળ દરમિયાન સામાજીક, રાજકીય, ધાર્મિક સહીત ના વિવિધ ક્ષેત્રે આગવી પ્રતિભા પ્રાપ્ત કરી સમગ્ર સૌરાષ્ટ્ર ને ગૌરવ અપાવ્યુ છે. નિડર તેમજ મિલનસાર વ્યક્તિત્વ ધરાવતા લોકસેવક એવા વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયા નુ તા.૨૯-૭-૨૦૧૯ ના રોજ દુઃખદ અવસાન થયુ ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર સહીત ગુજરાત શોકમગ્ન થયુ હતુ. પરંતુ તેમના કર્મો ની સુવાસ આજે પણ ચોમેર ફેલાયેલ છે ત્યારે તા.૨૯-૭-૨૦૨૬ ના રોજ તેમની સાતમી વાર્ષિક પૂણ્યતિથી નિમિતે મોરબી ના શ્રી ક્રિષ્ના પેટ્રોલિયમ-એસ્સાર પેટ્રોલ પંપ-ત્રાજપર વાળા કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગિયા દ્વારા મોરબી ના વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી ગૌ.વા.વિઠ્ઠલભાઈ રાદડીયા ને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે કૃષિત મંગળજીભાઈ સુવાગીયા, મંગળજીભાઈ સુવાગીયા, રાજદીપભાઈ સુવાગીયા,અનિલભાઈ સુવાગીયા, બાબુભાઈ સુવાગીયા,કિશોરભાઈ સુવાગીયા,નરેન્દ્રભાઈ સંઘાત,નીતિનભાઈ ડોબરીયા,શ્યામભાઈ ભાખર,કાર્તિકભાઈ ભાખર, કેયુરભાઈ ભાખર,હરમીનભાઈ રાબડિયા,મુકેશભાઈ રામાણી,ધર્મેશભાઈ રામાણી,મયુરભાઈ રામાણી,ભરતભાઈ પટેલ, રવજીભાઈ પટેલ સહીત ના લેઉવા પટેલ સમાજ ના અગ્રણીઓ ઉપરાંત મોરબી જલારામ ધામ ના ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી,જયંતભાઈ રાઘુરા સહીત ના અગ્રણીઓએ સૌરાષ્ટ્ર ના ખરા લોકસેવક એવા ગૌ.વા.વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments