મોરબી: પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે ગુજરાત હાઉસિંગ બોર્ડ, સનાળા રોડ, મોરબી ખાતે આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભગવાન સિદ્ધેશ્વર મહાદેવને ભવ્ય ફૂલનો શણગાર કરવામાં આવશે તેમજ ભાવિક ગજ્જર અને તેમના ગ્રુપના મધુર સંગીતના સથવારે મહાઆરતી યોજાશે.
મંદિરના મહંત શ્રી પ્રવિણગીરી ગોસ્વામીએ સર્વે ભક્તજનોને મહાદેવના દર્શન તથા મહાઆરતીનો લાભ લેવા માટે ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે. આ ફૂલ શણગાર તથા મહાઆરતીનું આયોજન ત્રિવેદી એસોસિએટ્સના ટીનાભાઈ ત્રિવેદી તથા સદગુરુ ફ્લાવર, GIDC સનાળા રોડના હિતેશભાઈ (ભૂરો) તરફથી કરવામાં આવ્યું છે. શ્રાવણના પવિત્ર પ્રથમ સોમવારે સિદ્ધેશ્વર મહાદેવના દિવ્ય દર્શન અને ભક્તિમય મહાઆરતીનો લાભ લેવા ભાવિક ભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું છે.











