મંત્રી કાંતિભાઈ અમૃતિયા, સાંસદ વિનોદભાઈ ચાવડા અને ચેરમેન દીપકભાઈ પોપટ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં નવીન કાર્યનો શુભારંભ
મોરબી ડેઈલી : મોરબીની 30 વર્ષ જૂની પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા મોરબી નાગરિક સહકારી બેંક દ્વારા આધુનિકતા અને નવીન ટેકનોલોજી સાથે વિકાસના નવા અધ્યાયની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત બેંકના રીનોવેશન કાર્યનો ભવ્ય શુભ મુહૂર્ત સમારોહ યોજાયો હતો.
આ પાવન અવસરે ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયા, કચ્છ લોકસભા સાંસદ વિનોદભાઈ ચાવડા, કોર્પોરેટર મેઘાબેન દીપકભાઈ પોપટ, મોરબી નાગરિક સહકારી બેંકના ચેરમેન દીપકભાઈ પોપટ, વાઇસ ચેરમેન મનીષભાઈ ઓગણજા, ડિરેક્ટર પરેશભાઈ કયોરિયા, ડિરેક્ટર વિજયભાઈ વાઘેલા, ડિરેક્ટર સંજયભાઈ ધોળકિયા તેમજ બેંકના તમામ ડિરેક્ટરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
30 વર્ષની વિશ્વાસભરી વિરાસત ધરાવતી આ બેંક હવે ગ્રાહકોને વધુ ઝડપી, સરળ અને આધુનિક બેંકિંગ સુવિધાઓ આપવાના ઉદ્દેશ સાથે નવીનીકરણ તરફ આગળ વધી રહી છે. ઉપસ્થિત મહાનુભાવોએ બેંક ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.











