ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંત શિરોમણી ગુરુ શ્રી રવિદાસ મહારાજના ૬૫૦મા જન્મજયંતી વર્ષ નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત સંત રવિદાસજીના જન્મસ્થળની પવિત્ર માટી ભરેલ કળશ આજે મોરબી ખાતે આવી પહોંચતા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જયંતીભાઈ રાજકોટીયાના અધ્યક્ષસ્થાને ભવ્ય ‘કળશ વિતરણ’ કાર્યક્રમ યોજાયો હતો.
આ પવિત્ર કળશ મોરબી જિલ્લાના તમામ તાલુકાઓના પ્રત્યેક ગામ સુધી પહોંચાડવામાં આવશે, જ્યાં તેનું પૂર્ણ આદર અને સન્માન સાથે પૂજન-અર્ચન કરાશે. ત્યારબાદ આ પવિત્ર માટીને ગામના સ્થાનિક મંદિર અથવા પીપળા કે વડલાના વૃક્ષના ચરણોમાં સમર્પિત કરવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા પ્રમુખ શ્રી જયંતીભાઈ રાજકોટીયાએ સંત શિરોમણી ગુરુ શ્રી રવિદાસ મહારાજના જીવન ચરિત્ર, તેમના વિચારો અને સામાજિક સમરસતાના સંદેશ અંગે સુંદર માહિતી આપી સૌને તેમના દર્શાવેલા માર્ગે ચાલવા પ્રેરિત કર્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો:
સાંસદ તથા મંત્રીશ્રીઓ: કચ્છ-મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ગુજરાત સરકારના મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા,જામનગર ના પૂર્વ ધારાસભ્ય શ્રી લાલજીભાઈ સોલંકી
સંગઠનના હોદ્દેદારો: મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી અરવિંદભાઈ વાંસદડીયા,શ્રી તપનભાઈ દવે, શ્રી ચતુરભાઈ મકવાણા તથા ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ શ્રી સુખદેવભાઈ દેલવાણીયા.
સ્થાનિક સ્વરાજ્યના પ્રજાપ્રતિનિધિઓ: મોરબી મહાનગરપાલિકાના મેયર શ્રી ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી, દંડકશ્રી, શાસક પક્ષના નેતાશ્રી તથા મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી હંસાબેન પારેઘી.
આ ઉપરાંત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, જિલ્લા ભાજપના વિવિધ હોદ્દેદારો, તાલુકા અને શહેર મંડળના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ તેમજ જિલ્લાના વિવિધ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.














