મેળાની ભીડમાં ગુમ થયેલી બાળકી આરોહીને વાંકાનેર તાલુકા પોલીસે ગણતરીના સમયમાં શોધી વાલીને સોંપી
મોરબી ડેઈલી:વાંકાનેર તાલુકાના પવિત્ર જડેશ્વર મહાદેવ મંદિર ખાતે તા. 22, 23 અને 24 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાયેલા ત્રિદિવસીય લોકમેળામાં વાંકાનેર તાલુકા પોલીસે ‘ઓપરેશન મિલાપ’ અંતર્ગત સરાહનીય કામગીરી કરી માતા-પિતાથી વિખૂટી પડેલી 2 વર્ષની બાળકીને શોધી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું છે.
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ જડેશ્વર લોકમેળામાં ચુસ્ત બંદોબસ્તમાં કાર્યરત હતી. આ દરમિયાન મેળાની ભીડમાં જેતપરડા (તા. વાંકાનેર) ના રહેવાસી અજીતભાઈ રણજીતભાઈ સીતાપરાની 2 વર્ષની દીકરી આરોહી પરિવારથી વિખૂટી પડી ગઈ હતી.
પોલીસ મહાનીરીક્ષકશ્રી, સરહદી રેન્જ ભુજ (કચ્છ), તેમજ પોલીસ અધિક્ષકશ્રી, મોરબી તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, તરફથી વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદીર ખાતે તા.૨૨-૨૩-૨૪/૦૮/૨૦૨૬ ના રોજ લોકમેળો હોય જે લોકમેળામા કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે સુચના થઇ આવેલ હોય, તેમજ ગુજરાત રાજય સરકારના માનનીય નાયબ મુખ્ય મંત્રી, અને ગુહ રાજય મંત્રીશ્રી, ના માર્ગદશર્ન હેઠળ રાજય ભરમાં ચાલી રહેલું ઓપરેશન મિલાપ અન્વયે, નાયબ પોલીસ અધિક્ષકશ્રી,વાંકાનેર વિભાગ,વાંકાનેર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ, અમો પો.ઇન્સ. બી.વી.પટેલ, તથા વાંકાનેર તાલુકા પોલીસ ટીમ જડેશ્વર મેળામા કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે તેમજ માતા-પિતાથી વિખુટા પડેલા બાળકને વાલીવારસને શોધી પુન:મીલન કરાવવા સારૂ બંદોબસ્તમા હોય,પોલીસ ટીમને આ બાળકી એકલી મળી આવતા તાત્કાલિક મેળા પરિસરમાં તેના વાલીવારસની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બાળકીના પિતા અજીતભાઈ સીતાપરાનો સંપર્ક થતાં જરૂરી ખરાઈ કરીને બાળકીને હેમખેમ તેમના પિતાને સોંપવામાં આવી હતી. આ ઉપરાંત મેળા દરમિયાન ભીડમાં સ્વજનોથી વિખૂટા પડેલા અન્ય બાળકો તેમજ વયોવૃદ્ધ લોકોને પણ શોધીને તેમના પરિવારજનો સાથે પુનઃ મિલન કરાવવામાં વાંકાનેર તાલુકા પોલીસને સફળતા મળી છે











