Wednesday, September 2, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ડ્રેનેજ સહિતની સુવિધાઓની સમીક્ષા, મેયર સહિતના પદાધિકારીઓએ કરી સ્થળ મુલાકાત

મોરબીમાં ડ્રેનેજ સહિતની સુવિધાઓની સમીક્ષા, મેયર સહિતના પદાધિકારીઓએ કરી સ્થળ મુલાકાત

વોર્ડ નં. 1ના વાવડી વિસ્તારમાં ડ્રેનેજની ભૂગર્ભ વ્યવસ્થા અને સ્થાનિક પ્રશ્નોનું સ્થળ પર નિરીક્ષણ

મોરબી ડેઈલી:મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ડ્રેનેજ સહિતની માળખાકીય સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વોર્ડ નં. 1ના વાવડી ગામ ખાતે ડ્રેનેજની ભૂગર્ભ વ્યવસ્થા અંગે મેયર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત કરી સમીક્ષા કરવામાં આવી હતી.

સ્થળ મુલાકાત દરમિયાન સંબંધિત વિસ્તારમાં ચાલી રહેલી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ ડ્રેનેજ વ્યવસ્થા અને સ્થાનિક પ્રશ્નો અંગે સ્થળ પર જ ચર્ચા કરી જરૂરી કામગીરી અંગે સૂચનો કરવામાં આવ્યા હતા.

આ મુલાકાત દરમિયાન મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, લાઇટિંગ સમિતિના ચેરમેન જયદીપભાઈ મહેતા, ડ્રેનેજ સમિતિના ચેરમેન નવનીતભાઈ કુંડારિયા, પરેશભાઈ રૂપાલા સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ સહિતની માળખાકીય સુવિધાઓ વધુ સુદૃઢ બને અને સ્થાનિક નાગરિકોને સુવિધા મળી રહે તે દિશામાં કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments