Tuesday, September 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં બુધવારે શોભેશ્વર મહાદેવ મંદિરે મહાપ્રસાદ (ભંડારા) નું આયોજન

મોરબીમાં બુધવારે શોભેશ્વર મહાદેવ મંદિરે મહાપ્રસાદ (ભંડારા) નું આયોજન

શ્રાવણ વદ તેરસના પાવન અવસરે 09 સપ્ટેમ્બરે મહાદેવના દર્શન અને પ્રસાદનો લાભ લેવા ભાવિકોને આમંત્રણ

મોરબી ડેઈલી:પવિત્ર શ્રાવણ માસના ઉપલક્ષ્યમાં મોરબી સ્થિત શ્રી શોભેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી શ્રાવણ વદ તેરસના પાવન અવસરે, એટલે કે તારીખ 09/09/2026 ને બુધવારના રોજ ભવ્ય મહાપ્રસાદ (ભંડારો) નું આયોજન કરવામાં આવ્યું છે.

આ શુભ અવસરે સવારે 11:30 કલાકે મહાપ્રસાદનો પ્રારંભ થશે.”મહાદેવની ભક્તિમાં એક દિવસ એવો પણ આવે, જ્યારે ભક્તિ સાથે પ્રસાદનો આનંદ સૌને સાથે માણવાનો અવસર મળે.” આ ભાવના સાથે, તમામ શિવભક્તોને શ્રી શોભેશ્વર મહાદેવ મંદિરના પવિત્ર સાનિધ્યમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમ શ્રી શોભેશ્વર મહાદેવ મંદિરના મહંત હિરાગીરી બાપુ અને મહંત જીજ્ઞેશપુરી બાપુની નિશ્રામાં યોજાશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments