Tuesday, October 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારાના વિરપર ગામે 5મા નોરતે ગૌસેવા લાભાર્થે યોજાનાર નાટ્ય કાર્યક્રમ મોકૂફ

ટંકારાના વિરપર ગામે 5મા નોરતે ગૌસેવા લાભાર્થે યોજાનાર નાટ્ય કાર્યક્રમ મોકૂફ

મોરબી ડેઈલી : ટંકારા તાલુકાના વિરપર ગામે સમસ્ત ગામ તથા ગૌ સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે આગામી નવરાત્રિના 5મા નોરતે યોજાનાર ભવ્ય નાટ્ય કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે

નિરાધાર ગૌ-માતાના લાભાર્થે તારીખ 15 ઓક્ટોબર 2026, ગુરૂવારના રોજ વિરપર ગામે ભવ્ય નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આયોજક સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અનિવાર્ય સંજોગો અને કારણોસર આ નાટ્ય કાર્યક્રમ હાલ પૂરતો સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે. ગૌશાળાના લાભાર્થે આયોજિત આ કાર્યક્રમ મોકૂફ રહેતા આસપાસના ગ્રામજનો તથા ધર્મપ્રેમી ગૌભક્તોને તેની નોંધ લેવા અપીલ કરવામાં આવી છે. આ કાર્યક્રમની આગામી નવી તારીખ અને આયોજન અંગે નિર્ણય થયા બાદ મંડળ દ્વારા પુનઃ જાણ કરવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments