Sunday, October 18, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiકોન્ફી સેનેટરીમાં રક્તદાન કેમ્પ યોજાયો, 111 રક્તદાતાઓએ રક્તદાન કર્યું

કોન્ફી સેનેટરીમાં રક્તદાન કેમ્પ યોજાયો, 111 રક્તદાતાઓએ રક્તદાન કર્યું

મોરબી: રાતાવિરડા સ્થિત કોન્ફી સેનેટરી પ્રા. લિ. (વરમોરા ગ્રુપ) ખાતે સ્વ. ભગવાનજીભાઈ શંકરભાઈ વરમોરા અને સ્વ. કંચનબેન માવજીભાઈ લેંચિયાની સ્મૃતિમાં ગત તા. 16 ઓક્ટોબરના રોજ સંસ્કાર બ્લડ સેન્ટર, મોરબીના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 111 રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

પરિવારના સદગત સભ્યોની સ્મૃતિને સેવાકાર્ય સાથે જોડવાના હેતુથી આયોજિત આ રક્તદાન કેમ્પમાં કોન્ફી સેનેટરીના સ્ટાફ પરિવારે સક્રિય સહયોગ આપ્યો હતો. કેમ્પને સફળ બનાવવા માટે શ્રી ભવાનભાઈ વરમોરા અને શ્રી વિનુભાઈ લેંચિયા સહિત કોન્ફી સેનેટરીના તમામ કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આયોજકો દ્વારા તમામ રક્તદાતાઓને ભોજન કરાવવામાં આવ્યું હતું તેમજ ભેટ અર્પણ કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

સ્વજનોની સ્મૃતિમાં રક્તદાન કેમ્પનું આયોજન કરીને ભવાનભાઈ વરમોરા અને વિનુભાઈ લેંચિયાએ સમાજને માનવસેવા અને રક્તદાન પ્રત્યે જાગૃતિ કેળવવાની પ્રેરણા પૂરી પાડી છે. રક્તદાન જેવા સેવાકાર્ય દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થવાનો આ પ્રયાસ સરાહનીય બન્યો હતો. આ પ્રસંગે સંસ્કાર બ્લડ સેન્ટર, મોરબીના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ કેમ્પના આયોજકો, રક્તદાતાઓ તથા કોન્ફી સેનેટરીના યુવાનો અને સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કરી સૌને આ સેવાકાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments