મોરબીના રાજમાતા વિજયકુંવરબાના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોકની લાગણી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને તેમણે રાજમાતાના સેવાભાવને યાદ કરી દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીના રાજમાતા વિજયકુંવરબાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે રાજમાતાનું વ્યક્તિત્વ, તેમની સેવાની ભાવના અને મોરબીના લોકો સાથેનો તેમનો ગાઢ સંબંધ હંમેશા યાદ રહેશે. નરેન્દ્ર મોદીએ દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને તેમના પરિવાર તેમજ હિતેચ્છુઓને આ નુકસાન સહન કરવાની શક્તિ મળે તેવી ઈશ્વરને પ્રાર્થના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ‘X’ એકાઉન્ટ પર લખ્યું હતું કે, “મોરબીના રાજમાતા આદરણીય વિજયકુંવરબાના નિધનના સમાચારથી અત્યંત દુઃખ થયું. તેમનું વ્યક્તિત્વ, સેવાભાવ અને મોરબીની જનતા સાથેનો તેમનો નાતો હંમેશાં સ્મરણીય રહેશે. પરમકૃપાળુ પરમાત્મા દિવંગત આત્માને શાંતિ અર્પે અને પરિવારજનો તથા તેમના પ્રશંસકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. ૐ શાંતિ”.










