Monday, November 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiજરૂરિયાતમંદ પરિવારો સાથે દિવાળીની ખુશીઓ વહેંચી અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપે કરી અનોખી ઉજવણી

જરૂરિયાતમંદ પરિવારો સાથે દિવાળીની ખુશીઓ વહેંચી અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપે કરી અનોખી ઉજવણી

મોરબી ડેઈલી: મોરબીમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સેવાકાર્યમાં યોગદાન આપતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા દિવાળીના પર્વની અનોખી અને સેવાભાવી ઉજવણી કરવામાં આવી હતી. ગ્રુપની બહેનો દ્વારા મોરબી શહેરના લીલાપર રોડ, નેક્સેસ સિનેમા સામે તેમજ આવાસ સહિતના વિસ્તારોમાં જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈ અને નાના બાળકોને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દિવાળીના પર્વે મળેલી આ ભેટથી બાળકોના ચહેરા પર ખુશી અને સ્મિત જોવા મળ્યું હતું. તહેવારની ખુશીઓ જરૂરિયાતમંદ પરિવારો સાથે વહેંચવાના ઉમદા આશય સાથે કરવામાં આવેલી આ સેવાકીય પ્રવૃત્તિએ દિવાળીના પર્વને વધુ યાદગાર બનાવ્યો હતો. આ સેવાકાર્યમાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપનાં પ્રમુખ હેતલબેન પટેલ સહિત ગ્રુપની બહેનોએ ઉત્સાહભેર જોડાઈ માનવતાની મહેક પ્રસરાવી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments