Saturday, November 28, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી દશનામ ગોસ્વામી સમુહલગ્ન સમિતિ દ્વારા ૧૬ માં સમુહલગ્ન નું ભવ્ય આયોજન

મોરબી દશનામ ગોસ્વામી સમુહલગ્ન સમિતિ દ્વારા ૧૬ માં સમુહલગ્ન નું ભવ્ય આયોજન

મોરબી ડેઈલી:મોરબી શ્રી દશનામ ગોસ્વામી સમુહલગ્ન સમિતિ. પ્રવિણભારતી ચંન્દ્રકાંતભારતી ગોસ્વામી .તેની ટીમ દ્વારા છેલ્લા ૧૫ વર્ષે થી માત્ર દશનામ ગોસ્વામી સમાજ ના સહયોગથી સફળ આયોજન કરવામાં આવે છે જે આયોજન ને સમસ્ત ગોસ્વામી સમાજ એ આવકારેલ છે આ વર્ષે ૨૦૨૭ ના ૧૬ સમુહ લગ્નોત્સવ ની તડામાર તૈયારીઓ આરંભી દીધી છે આ સમુહલગ્ન માં દશનામ ગોસ્વામી સમાજ ના કોઈપણ એ રોકડ રકમ આપવામાં માટે આયોજક ટીમ ના આપેલ મોબાઈલ નંબર પર સંપર્ક કરવા યાદી માં જણાવ્યું છે

આ ૧૬ માં સમુહ લગ્નોત્સવનું આયોજન વિક્રમ સંવત ર૦૮૩ ના મહા સુદ – ૬ (છઠ) અને શુક્રવાર તા. ૧૨-૦૨-૨૦૨૭ ના રોજ આયોજન રાખવામાં આવેલ છે.

સમુહ લગ્ન માં જોડાવા ઇચ્છતા દશનામ સમાજના યુવક યુવતી ઓના વાલીઓ એ તા. ૩૧/૧૨/૨૦૨૬ સુધી માં નીચે દર્શાવેલ વ્યકિતઓ સંપર્ક કરવા વિનંતી. આ સમુહ લગ્ન માં મા-બાપ વગરની, મા કે બાપ માંથી એકનું અવશાન થયેલ હોય તેવી તેમજ ગરીબ કુંટુંબની દિકરીઓને અગ્રતા આપવામાં આવશે.આ સમુહ લગ્નમાં રોકડ રકમનું દાન આપવા માટે નીચેના મોબાઇલ નંબર પર સંપર્ક કરવા વિનંતી.

પ્રવિણભારતી ચંદ્રકાંતભારતી ગોસ્વામી – ૯૪૨૮૨ ૬૭૮૩૨, .જયદીપપુરી મનસુખપુરી ગોસ્વામી – ૯૪૨૮૨ ૧૦૨૩૪, પ્રવિણગીરી વસંતગીરી ગોસ્વામી – ૯૯૦૯૨ ૧૮૮૦૦,રાજેશપુરી બટુકપુરી ગોસ્વામી – ૯૮૭૯૪ ૩૨૦૦૧,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments