ટંકારા તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં નંબર મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે. કુલ સાત સ્પર્ધામાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે.
તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં વકતુત્વ સ્પર્ધા 6 થી 14 વર્ષમાં નવયુગ સંકુલના બોપલીયા ભવ્ય એ પ્રથમ નંબર મેળવ્યો છે. જ્યારે વતૃત્વ સ્પર્ધા 15 થી 20 વર્ષમાં નવયુગ કોલેજની વિદ્યાર્થિની નાખવા મિતલે પ્રથમ નંબર, 6 થી 14 વર્ષ અને 15 થી 20 બન્નેમાં સમૂહગીતમાં પ્રથમ નંબર, તબલા વાદનમાં ભુવા સાવને પ્રથમ નંબર, લોકગીતમાં વરમોરા કશીશે પ્રથમ નંબર, એક પાત્રીય અભિનયમાં લોરીયા કુંજાલીએ પ્રથમ નંબર અને ચિત્રકલામાં માકાસણા ધ્રુવીએ પ્રથમ નંબર મેળવ્યો છે. આ તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ અભિનંદન પાઠવ્યા છે. સફળતા માટે નવયુગના શિક્ષકો પૈજા તુષારભાઈ તથા વાલેરા મુનીરભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી.










