Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારા નજીક ફેકટરીઓમાં તસ્કરોએ તોડફોડ કરી સામાન વેર વિખેર કરી નાખ્યો

ટંકારા નજીક ફેકટરીઓમાં તસ્કરોએ તોડફોડ કરી સામાન વેર વિખેર કરી નાખ્યો

ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ નજીક હડમતીયા રોડ ઉપર અડધો ડઝન ફેક્ટરીમાં ત્રણ તસ્કરોએ તરખાટ મચાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. તસ્કરો રીતસર અડધી રાતથી વહેલી સવાર સુધી ચોરીને અંજામ આપવા તોડફોડ કરી અંતે કાઈ હાથમાં ન લાગતા સામાન વેર વિખેર કરી જતા રહ્યા હતા.

ટંકારા તાલુકાના ઔધોગિક વિસ્તાર સમા હડમતીયા રોડ ઉપર લજાઈ નજીક નિશાચરો નાઈટ કોમ્બિંગ માટે નિકળી પડ્યા હોય એમ રિતસર એક પછી એક એમ અડધા ડઝનેક ફેક્ટરીમાં તસ્કરો ત્રાટક્યા હોવાની વિગતો મળી છે. જેમા રીચ એલયુ મેટલ, સ્કાય ગ્લોવ પેઇન્ટ, વિનાયક પ્લાસ્ટિક, ભગત તાવડી, સગુન પ્લાસ્ટિક, સાર્થક પોલિ પલાસ્ટમાં દરવાજા બારી તોડી ચોરીને અંજામ આપવા તસ્કરો ત્રાટક્યાં હતા. જો કે તેઓ રોકડ હાથ નહી લાગતા સામાન વેર વિખેર કરી જતા રહ્યા હતા. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે.ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શિયાળામાં નાની મોટી ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે પોલીસ નાઈટ પેટ્રોલીંગ વધારે ઉપરાંત નાઈટ ડ્યુટીમાં રહેલા જવાનો તકેદારી રાખી લોકોના જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરે એવી પ્રબળ લોકમાંગ ઉઠી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments